બે મહિનામાં રિલીઝ થશે 7 ધાકડ ફિલ્મો, જાણી લો સંપૂર્ણ લિસ્ટ

બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ….

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીએ ભરડામાં લેતા ફિલ્મ જગતને મોટો ફટકો પડ્યો હતો. જેના પગલે થિયેટર બંધ રહેતા તેની જગ્યા OTT પ્લેટફોર્મે લઈ લીધી હતી. પરંતુ ફરીથી સિનેમાઘરોનો સમય પરત ફરતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 100 ટકા ક્ષમતા સાથે થિયેટર ચાલુ કરવા માટે મંજૂરી આપી છે. તેવામાં આગામી 2 મહિનામાં 7 ધાકડ ફિલ્મો રિલીઝ થઈ રહી છે. થિયેટર બંધ હોવાના કારણે જે ફિલ્મોની રિલીઝ ડેટ પાછળ ઠેલવામાં આવી હતી. તે ફિલ્મો હવે દિવાળી અને ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે.

સૂર્યવંશી : અક્ષય કુમાર અને કેટરીના કૈફ સ્ટારર આ ફિલ્મ દિવાળીના દિવસે રિલીઝ થશે. ફિલ્મનું ડાયરેક્શન રોહિત શેટ્ટીએ કર્યું છે.

83 : વિશ્વકપ 1983ના બેકગ્રાઉન્ડ પર બનેલી રણવીર સિંહ અને દિપીકા પાદુકોણની સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ ’83’ 25 ડિસેમ્બરે નાતાલના દિવસે રિલીઝ કરાશે

સત્યમેવ જયતે-2 : જ્હોન અબ્રાહમની આ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થશે. 25 નવેમ્બરે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

અંતિમ : સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ અંતિમ પણ આ વર્ષે નવેમ્બરમાં જ રિલીઝ થશે. મહેશ માંજરેકરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે-2 સામે ટક્કરાશે.

તડપ : સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ તડપ 3 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ તેલગુ ફિલ્મ્ આરએક્સ 100ની રીમેક છે. આ ફિલ્મમાં અહાન સાથે તારા સુતરિયા પણ છે.

બંટી ઔર બલલી-2 : સૈફ અલી ખાન, રાની મુખર્જી, સિદ્વાંત ચતુર્વેદીની આ ફિલ્મ 19 નવેમ્બરે રિલીઝ થશે. ફિલ્મનું ડાયરેક્શન વરૂણ શર્માએ કર્યું છે.

ચંદીગઢ કરે આશિકી : આયુષ્માન ખુરાના અને વાણી કપૂરની ફિલ્મ ચંદીગઢ કરે આશિકી 10 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

 74 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી