યુરોપિયન યુનિયનના દેશોનો યુ ટર્ન: ભારતની કોવિશીલ્ડને આપી લીલીઝંડી

આ અગાઉ વેક્સિન લેનારને એન્ટ્રી નહીં મળે એવું કહ્યું હતું

ભારતીય રસી કોવિશિલ્ડને યુરોપિયન યુનિયનના સાત દેશો તેમજ સ્વિટ્ઝરલેન્ડ દ્વારા માન્યતા આપવામાં આવી છે. જોકે, આ અગાઉ યુરોપિયન યુનિયનના દેશોએ ભારતની રસી કોવિશિલ્ડ લગાવનારા ભારતીયોને ગ્રીન પાસ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારત સરકારે આ મામલે કડક વલણ અપનાવ્યુ અને ચીમકી આપી હતી કે, જો ભારતીય રસીને યુરોપના દેશો માન્યતા નહીં આપે તો વળતી કાર્યવાહીના ભાગરૂપે ભારત દ્વારા પણ યુરોપના દેશોમાંથી આવતા લોકોને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન થવાનો નિયમ બનાવવામાં આવશે. જેના પગલે યુરોપના દેશોએ સીરમની કોવિશિલ્ડ વેક્સીનને મંજૂરી આપી દીધી છે.

યુરોપિયન યુનિયનના સાત દેશો- ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઈલેન્ડ, આયર્લેન્ડ, સ્પેન તેમજ સ્વિટ્ઝર્લેન્ડે ભારતની કોવિશીલ્ડ રસીને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ યુરોપિયન યુનિયને આ વેક્સિન લેનારને એન્ટ્રી નહીં મળે એમ કહ્યું હતું. યુરોપ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે ગ્રીન પાસ યોજના આજથી લાગુ કરાઈ છે. આ હેઠળ બહારથી આવતા લોકોને યુરોપમાં વિવિધ દેશોમાં ફરવા માટે છુટ આપવામાં આવશે.

અગાઉ યુરોપીય મેડિસિન એજન્સીએ ભારતીયોને લગાવવામાં આવતી કોવિશિલ્ડ રસીને મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. એજન્સીને તેની ગુણવત્તા અંગે ક્ષમતા હતી. જો આ રસીને મંજૂરી ના મળે તો રસી મુકાવનારા ભારતીયો માટે યુરોપમાં પ્રવેશ મુશ્કેલ બને તેમ હતો પણ ભારત સરકારે આકરૂ વલણ અપનાવ્યા બાદ યુરોપિયન દેશોને ઝુકવુ પડ્યુ.

 52 ,  1