સૌરાષ્ટ્ર પર મેઘ મહેરબાન, દોઢ કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ

હવામાન વિભાગે આગમી દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. તો બીજી તરફ, પંચમહાલના જાંબુઘોડામાં 3 ઈંચ, ગીર સોમનાથના ઉના અને ભાવનગરના પાલિતાણામાં 2.5 ઈંચ વરસાદ નોઁધાયો છે. સૌથી વધુ વરસાદ ગોંડલમાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.

ગોંડલમાં આભ ફાટવા જેવી સ્થિતિ બની છે. ઠેકઠેકાણે પાણી ભરાયા છે. તો લોકો પણ સવારથી જ અટવાયા છે. ગોંડલમાં અતિ વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસમા વીજળી પડવાના 3 બનાવો બન્યા છે. આ બનાવમાં 3ના મોત થયા છે, અને 7 વ્યક્તિઓને ઇજા પહોંચી છે. સાયલાના હડાળામાં વીજળી પડવાના બનાવમાં 2ના મોત થયા છે. તો સાયલાના જસાપરમાં 6 ઇજાગ્રસ્ત થયા છે.

રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ(MM)

ગોંડલ 132

ઉપલેટા 77

ધોરાજી 107

કોટડા 42

જેતપુર 22

જસદણ 31

જામ કંડોરણા 40

લોધિકા 80

પડધરી 40

વીંછીયા 34

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી