પુલવામાની વર્ષગાંઠ પર જમ્મુ બસ સ્ટેન્ડ પાસેથી 7 કિલો વિસ્ફોટક મળ્યો….

આતંકીઓની સાજીસ નિષ્ફળ, પુલવામા જેવો ઘડ્યો હતો પ્લાન

જમ્મુના બસ સ્ટેન્ડ નજીક મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવ્યા છે. સેનાએ 7 કિલો વિસ્ફોટક જપ્ત કર્યો છે. હુમલાની બીજી વર્ષગાંઠ પર આતંકવાદીઓ મોટો હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. હવે બપોરે 4.30 વાગ્યે જમ્મુ ઝોનના આઈજીપી મુકેશસિંહ મીડિયાને સંબોધન કરશે અને આ મુદ્દે વધુ માહિતી આપશે. આ દરમિયાન તાજેતરમાં પકડાયેલા બે આતંકવાદીઓ વિશે પણ માહિતી આપશે.

જમ્મુમાં આતંકી ગતિવિધિઓ તેજ થતા સુરક્ષા એજન્સીઓ વધુ એલર્ટ થઇ ગઇ છે. લશ્કર-એ-મુસ્તફાના આતંકી મલિકની ધરપકડ, સાંબામાં સુરંગ અને હથિયારો મળવા એ દર્શાવે છે કે કાશ્મીરમાં ખાત્માની કગાર પર આતંકી સંગઠનોએ હવે જમ્મુમાં ષડયંત્રો તેજ કરી દીધા છે.

પુલવામા હુમલાના બે વર્ષ, 40  જવાનોએ દેશ માટે વહોરી હતી શહાદત

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને આજે સમગ્ર દેશ ભીની આંખે નમન કરી રહ્યું છે. બે વર્ષ પહેલા 14 ફેબ્રુઆરી, 2019માં આતંકવાદીઓએ પુલવામામાં સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો. જેમા 40 જેટલા જવાન શહીદ થયા હતા. 

પાકિસ્તાનમાં બેઠેલા જૈશ-એ-મોહમ્મદનાં આતંકી મસૂદ અજહરનાં ઇશારે આ આતંવાદી હુમલો થયો હતો. પુલવામાં આત્મઘાતી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો હતો જેનું દુખ આજે પણ અકબંધ છે, શહીદોના પરિવારની ચીસો આજે પણ કાનમાં ગુંજે છે.

ખૂબ જ મોજમસ્તી સાથે જવાનો પોતપોતાની બસોમાં ગોઠવાયા. અને જમ્મુ માટે રવાના થયા. બસમાં કોઇ પોતાના ઘરને યાદ કરી રહ્યાં હતા કોઇ પોતાની મંગેતરનો ફોટો પર્સમાંથી કાઢીને નિહાળી રહ્યો હતો. સૌ પોતપોતાનામાં મશગૂલ હતા અને ક્યારે જમ્મુ પહોંચે તેની રાહ જોઇને કોઇ વળી બેઠા બેઠા ઝોકુ ખાઇ રહ્યાં હતા.

પણ આ બસોમાં બેઠેલા 40 જવાનો ક્યારેય તેમના હેડક્વાર્ટર કે ઘરે પહોંચી શક્યા નથી. તિરંગામાં લપેટાયેલા કોફિનમાં તેમનો પાર્થિવ દેહ તેમના વતન પહોંચ્યો હતો.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર