ઘોઘંબા કંપની બ્લાસ્ટ દુર્ઘટનામાં 7ના મોત, 22 ઇજાગ્રસ્ત

મૃતકોને કંપનીએ 20-20 લાખની કરી સહાય

પંચમહાલના ઘોઘંબા સ્થિત જીએફએલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટની ઘટનામાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. ગઈ કાલે પાંચ કામદારોના મોતની પુષ્ટિ થયા બાદ આજરોજ સવારથી જ એસડીઆરએફની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. તે દરમ્યાન વધુ બે લાશ મળી આવતા કુલ મૃત્યુઆંક 7 થયો હતો. જો કે મૃત્યુઆંક હજી પણ વધવાની શક્યતા સેવાઇ રહી છે. કારણ કે, કાટમાળમાંથી હજી પણ મિસિંગ કામદારોની શોધ ચાલુ છે. મૃતકોના પરિવારને 20 લાખ તેમજ ઓર્ગન રિપ્લેસમેન્ટ માટે 7 લાખ અને ઇજાગ્રસ્તોને સારવારનો ખર્ચ કંપની આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

પંચમહાલ ના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના એમ.પી.પી -૨ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં 7 કામદારોના મોત નિપજ્યા છે અને 22થી વધુ કામદારોને ઈજાઓ પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.વહીવટી તંત્રએ કંપની સંચાલકો સાથે બેઠક કરી હતી જે બાદ આજે મૃતકોના પરિવારને 20 લાખ વળતર, ઓર્ગન રિપ્લેસમેન્ટ માટે 7 લાખનું વળતર આપવામાં આવશે તેવી કંપની તરફથી જાહેરાત કરવામાં આવી છે. 

પંચમહાલ GFL કંપનીમાં બ્લાસ્ટ મામલે પ્રાથમિક તપાસમાં ધડાકાનું કારણ સામે આવ્યું છે. કેમિકલ કંપનીના એમ.પી.પી -૨ પ્લાન્ટમાં ડિસિલેશન પ્રોસેસમાં ઇમ્પ્યુરિટીના કારણે રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો. જેથી આ દુર્ઘટના થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. બ્લાસ્ટમાં અત્યાર સુધી 7 કામદારોના મોત થયા છે જેમાંથી ૩ કામદારોની હજુ સુધી કોઈ ઓળખ થઇ નથી. મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારને કંપની વળતર આપશે.

કેમિકલ કંપનીમાં અચાનક થયો હતો બ્લાસ્ટ

ઘોઘંબા પાવાગઢ રોડ પર રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગુરૂવારે સવારે ૧૦.૧૫ કલાકે અચાનક કેમિકલમાં મલ્ટી પ્રોસેસ પ્લાન્ટ-૨ માં અચાનક જ રીએક્ટરમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.કંપનીમાં ત્રણ વર્ષ અગાઉ શરૂ કરાયેલ આ પ્લાન્ટ ના સાતમા માળે કેમિકલ પ્રોસેસ ચાલી રહી હતી દરમિયાન કામદારો પોતાના કાર્યમાં વ્યસ્ત હતા એ વેળાએ બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઇ હતી.પ્લાન્ટમાં કામદારો ઇજાગ્રસ્ત થવા સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બીજી તરફ રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેસ્ક્યુ દરમિયાન ઇજાગ્રસ્ત ૨૨ જેટલા ઇજાગ્રસ્ત કામદારોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ ખસેડાયા હતા.ઘટનામાં 7 જેટલા  કામદારોના કરૂણ મોત નિપજ્યા હતા.કંપનીના ઓપરેશન મેનેજરે મીડિયાને આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે પ્લાન્ટમાં ઘટના બની તે સમયે ૧૧ વ્યક્તિઓ કામગીરી કરી રહ્યા હતા

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી