September 19, 2021
September 19, 2021

દિવાળી પર ઝગમગશે અયોધ્યા : રામની નગરી અયોધ્યામાં પ્રગટાવાશે 7 લાખ 50 હજાર દીવા, બનશે નવો રેકોર્ડ

વડાપ્રધાન દીપોત્સવના કાર્યક્રમમાં થઈ શકે છે સામેલ

કોરોનાના નિયમોને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે આ વખતે પણ અયોધ્યામાં ભવ્ય ઉત્સવની તૈયારી શરૂ કરી દીધી છે. દીપોત્સવ -2021ના પ્રસંગે અયોધ્યામાં રામની પાદડી પર  7 લાખ 50 હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવશે.

દિપાવલીના 2 દિવસ પહેલા એટલે કે ધનતેરસના દીપોત્સવની શરુઆત થાય છે. હાલમાં જ અયોધ્યા નગર નિગમે મહાપૌર ઋષિકેશ ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે આ વખતે દીપોત્સવમાં 7 લાખ 50 હજાર દિપક પ્રજ્વલિત થશે. એક વાર ફરી અવધ યુનિવર્સિટીના 7500 વોલેન્ટિયર સાડે સાત લાખ દિવા પ્રગટાવી પોતાનો રેકોર્ડ ફરી તોડવા માટે પ્રયાસ કરશે.

આ આયોજનમાં અયોધ્યાએ જેટલા પણ ઐતિહાસિક કુંડ અને પૌરાણિક બિલ્ડિંગ છે. તેના પર દીપર પ્રજ્વલિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં આ 5મો દીપોત્સવ હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીમાં અયોધ્યામાં જઈ શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીને જોતા પ્રધાનમંત્રીનો પ્રવાસ બહું મહત્વનો મનાઈ રહ્યો છે. મીડિયા રીપોર્ટ મમુજબ, પીએમના અયોધ્યાના પ્રવાસમાં કેટલાક વધારે કાર્યક્રમ હશે. શક્ય છે કે પીએમ દીપોત્સવના દિવસે જ અયોધ્યામાં રહેશે. મળતી જાણકારી મુજબ દીપોત્સવના કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અનેક કેન્દ્રીય મંત્રી અને યૂપી સરકારના કાબીના મંત્રી સામેલ થશે.

 12 ,  1