ગુજરાત હાઈકોર્ટના 7 નવા જજે લીધા શપથ…

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ બેલા ત્રિવેદી પણ ઉપસ્થિત રહયા 

ગુજરાત હાઈકોર્ટમાં બે મહિલા સહિત નવા 7 વકીલોની ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી છે. આ તમામ ન્યાયાધીશોને આજે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે શપથ લેવડાવ્યા હતા.

જસ્ટિસ મોના ભટ્ટ, જસ્ટિસ સમીર દવે,  જસ્ટિસ હેમંત પ્રચ્છક, જસ્ટિસ સંદીપ ભટ્ટ, જસ્ટિસ અનિરુદ્ધ માયી,  જસ્ટિસ નિરલ મેહતા અને જસ્ટિસ નિશા ઠાકોરની હાઈકોર્ટના જજ તરીકે શપથવિધી થઈ છે. આ શપથ વિધિ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ બેલા ત્રિવેદી પણ ઉપસ્થિત રહયા હતા.

આ સાથે જ હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના સિનિયર એડવોકેટ્સ, મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ  7 નવા જજીસની નિયુક્તિ બાદ હાઇકોર્ટના કુલ જજીસની સંખ્યા 31ની થઈ છે.  હાઇકોર્ટમાં કુલ 52 જજીસમાંથી હવે 31 જજીસની પોસ્ટ ભરાયેલી છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી