September 19, 2021
September 19, 2021

એક કે બે નહીં 70 કેન્દ્રીય મંત્રીઓ જશે જમ્મુ-કાશ્મીર

તાલિબાને કાશ્મીર મુદ્દે ફરી ઝેર ઓકતા મોદી સરકારની ચિંતા વધારી

જમ્મુ-કાશ્મીરમાં ફરી ચૂંટણીથી માંડીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવા સુધી, એવા ઘણા મુદ્દાઓ છે જેની હવે ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે. ઘાટી પર મોદી સરકારની રણનીતિ પર પણ રાજકીય કોરિડોરમાં ચર્ચા થઈ રહી છે. આવી જ એક ચર્ચા કેન્દ્રીય મંત્રીઓની જમ્મુ-કાશ્મીરની મુલાકાત વિશે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 10 સપ્ટેમ્બરથી 70 કેન્દ્રીય પ્રધાનો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ તમામને દૂરદૂરના વિસ્તારોમાં જઈને લોકો સાથે સંવાદ સાધવાનો સ્પસ્ટ આદેશ આપ્યો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રના વિકાસ કાર્યોની પણ સમીક્ષા થવાની છે.

બીજી બીજુ તાલિબાને ૧૫મી ઓગસ્ટે કાબુલ પર કબજો કર્યા બાદથી જ અફઘાનિસ્તાનની ધરતીનો ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થશે તેવી કેન્દ્ર સરકારની આશંકાઓ હવે સાચી પડી રહી હોય તેવા અફઘાનિસ્તાનમાંથી સંકેતો મળી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં સરકાર રચવાના એક દિવસ પહેલાં જ કતારની રાજધાની દોહામાં તાલિબાનની રાજકીય ઓફિસના પ્રવક્તાએ કાશ્મીર અંગે ઝેર ઓકતાં કહ્યું કે, કાશ્મીરના મુસ્લિમો માટે તેઓ અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે. દરમિયાન અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવતાની સાથે જ છેલ્લા એક મહિનાથી કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી રહી હોવાનું સુરક્ષા એજન્સીઓનું કહેવું છે. બીજીબાજુ તાલિબાને ચીનને પોતાનો સૌથી મહત્વપૂર્ણ સાથી ગણાવીને ભારતની ચિંતા વધારી દીધી છે.

અહેવાલો મુજબ દર અઠવાડિયે 8 મંત્રીઑ જમ્મુ અને કાશ્મીર જશે. જે પૈકી ચાર જમ્મુ અને ચાર કાશ્મીરમાં જશે. કેટલાક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ પણ આ અભિયાનનો હિસ્સો બનશે. જે મંત્રી પાસે જે મંત્રાલય છે ટે પોતાના મંત્રાલય સાથે જોડાયેલી વાતો નોંધીને ફરી પરત આવીને ગૃહ મંત્રાલય અને PMO ને રિપોર્ટ સોંપશે. PMO માં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ આ આખી ક્વાયતને લઈને MHA (ગૃહ મંત્રાલય) સાથે કો-ઓર્ડિનેટ કરશે.

 75 ,  1