CM રૂપાણીએ કહ્યું, મહાનગરોમાં વપરાયેલું 70 ટકા પાણી રિસાયકલ કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોંડલમાં વિકાસના નવા કામોનું લોકાર્પણ કરતા કહ્યું કે, ગુજરાતના શહેરોને આધુનિક સુવિધાની સાથે સાંસ્કૃતિક નગરો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ગામડાઓમાં શહેરો જેવી સુવિધા અને શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની સમતોલ વિકાસનીતિ રાજ્ય સરકારે અપનાવી છે.

તેમણે રાજ્યની નગરપાલિકાઓ ની ટિમ ને જન ભાગીદારી થી વિકાસ બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી આવા કામો ના આયોજન ની પ્રેરણા આપતા કહ્યું કે રાજ્ય સરકાર આ હેતુસર નગર પાલિકાઓ ને મદદ સહયોગ કરશે.

CM રૂપાણીએ કહ્યુ, . મહાનગરોમા ગટરનુ પાણીનુ રીસાયકલીંગ કરીને ઔદ્યોગિક હેતુ અને સિંચાઇમા તેનો વપરાશ થાય તે માટે પ્લાન્ટ બનાવવામા આવી રહ્યા છે તેમજણાવ્યુ હતુ. મહાનગરોનુ 70 ટકા વેસ્ટ પાણીનો શુદ્ધિકરણ કરી તેનો પુનઃ ઉપયોગ થાય તે દિશામા હાથ ધરાશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના નીરથી છલકાશે અને છેલ્લા બે વર્ષથી વરસાદી પાણીને સંગ્રહ કરવાના ચાલતા અભિયાનમાં લોક પ્રતિસાદ મળતો રહ્યો છે. આગામી બે વર્ષ સુધી પાણીને પ્રાધાન્ય આપીને વિકાસના કામોને આગળ ધપાવવામા આવશે.

મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવાની રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ અને મળી રહેલા ફળદાયી પરિણામોની સ્પષ્ટ રૂપરેખા આપી હતી. ગુજરાતને પાણીના દુકાળથી મુક્ત કરવાનુ અને વરસાદના એક એક ટીપાની બચત કરી જળ સંગ્રહ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા તેમણે સ્પષ્ટ કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશમા જળ સંરક્ષણ માટે જન આંદોલન કરવાના સેવેલા સંકલ્પમાં ગુજરાતના આગેવાની લઇ રહ્યુ છે અને હજુ બે વર્ષ સુધી જળ સંગ્રહ અભિયાન જનભાગીદારી સાથે ચલાવાશે.

 12 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર