મોડાસા સબ જેલમાં 71 કેદી કોરોના પોઝિટિવ

મોડાસા સબ જેલમાં કેદીઓના કોરોના ટેસ્ટિંગ કરતાં 71 કેદીઓ સંક્રમિત

મોડાસા સબ જેલમાં કેદીઓના કોરોના ટેસ્ટિંગ કરતાં 71 કેદીઓને કોરોના હોવાનુ સામે આવ્યુ છે. જેલમાં 2 કર્મચારીઓને પણ કોરોના પોઝિટિવ. જેલમાં કેદીઓના આરોગ્ય સુરક્ષાની તકેદારીઓ માટે થયેલા કોરોના રેપિડ ટેસ્ટમાં ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા હતા.

મોડાસા સબ જેલમાં કેદીઓના કોરોના ટેસ્ટિંગ કરતાં 71 કેદીઓને કોરોના હોવાનું સામે આવ્યું છે. જેલમાં 2 કર્મચારીઓને પણ કોરોના પોઝિટિવ. જેલમાં કેદીઓના આરોગ્ય સુરક્ષાની તકેદારીઓ માટે થયેલા કોરોના રેપિડ ટેસ્ટમાં ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા હતા.

પોઝિટિવ આવેલા 71 કેદીઓમાંથી 25 કેદીઓને સાર્વજનિક હોસ્પિટલ અને 29 કેદીઓને વાત્રકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. બાકીના કેદીઓને આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. મોડાસા સબ જેલમાં મોટી સંખ્યામં કેદીઓને કોરોના થતાં નગર પાલિકા તેમજ આરોગ્ય વિભાગની ટીમ સતત સર્વેલન્સ કરી રહી છે.

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ગઇકાલે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 875 કેસ નોંધાયા હતા. જેની સામે રાજ્યમાં આજે 1004 દર્દીઓને સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં આજે વધુ 4 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3728 પર પહોંચ્યો હતો.

રાજ્યમાં હાલ 12,700 એક્ટિવ કેસ છે, જ્યારે 1,58,251 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 58 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,642 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,74,679 પર પહોંચી છે.

રાજ્યમાં આજે કુલ 1004 દર્દી સાજા થયા હતા અને 52,880 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 61,57,811 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.60 ટકા છે.

 75 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર