રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું – ટૂંક સમયમાં આવશે રસી : બાઇડને જતાવી ચિંતા

અમેરિકામાં ફરી લૉકડાઉન નહીં લગાવાય, ટૂંક સમયમાં જ રસી ઉપલબ્ધ થશે : ટ્રમ્પ

અમેરિકામાં કોરોના બેકાબૂ બની ગયો છે. દરરોજ એક લાખની ઉપર કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે ચૂંટણીમાં નબળા દેખાવ પછી પહેલીવાર મીડિયા સમક્ષ આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે થોડા જ સપ્તાહમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. તેમણે અમેરિકામાં ફરી લૉકડાઉન નહીં લગાવાય તેની પણ જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના સંક્રમિતોનો આંકડો ફરી 1 લાખને ઉપર રહેવા માંડ્યો છે. છેલ્લા એક સપ્તાહથી રોજના 1 લાખથી વધુ કેસ આવી રહ્યાં છે. અમેરિકામાં કુલ કેસ 1.10 કરોડથી વધુનાં થયા છે.

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો‌ બાઇડન પણ કોરોના વાયરસના કેસમાં તીવ્ર વધારો થતા ચિંતા વ્યક્ત કરી છે. બાઇડને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

બિડેને કોવિડ -19 એડવાઇઝરી બોર્ડના સહ અધ્યક્ષ ડો.વિવેક મૂર્તિ, ડો. ડેવિડ કેસલર અને ડો. માર્સેલા ન્યુનેઝ સ્મિથ પાસેથી કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ વિશે માહિતી માંગી હતી.

બાઇડને કહ્યું કે કોરોના પરની માહિતી ખૂબ જ ચિંતાજનક છે. દેશમાં મહામારીના કેસો ઝડપથી વધી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ રોગચાળામાં ઘણાં લોકોનાં મોત થયાં છે. લગભગ આખા દેશમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.

 16 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર