September 27, 2020
September 27, 2020

74માં સ્વાતંત્ર દિવસ પર PM મોદીનું દેશને સંબોધન, આઝાદીમાં યોગદાન આપનાર શહીદોને આપી શ્રદ્ધાંજલિ

PM મોદીએ સતત સાતમી વાર લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને કર્યું સંબોધન કર્યું

સમગ્ર દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્ધ્વજ ફરકાવ્યો હતો. આ અગાઉ પ્રધાનમંત્રીએ રાજઘાટ પહોંચીને બાપૂને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી ધ્વજવંદન માટે લાલ કિલ્લા ખાતે પહોંચતા સંરક્ષણમંત્રી અને સંરક્ષણ સચિવે તેમને આવકાર્યા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું.

ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યા બાદ પ્રધાનમંત્રી લાલકિલ્લાની પ્રાચીર પર પહોંચ્યા હતા. ચીફ ઓફ ડિફેન્સ બીપીન રાવતે તેમને લાલ કિલ્લા પર આવકાર્યા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રીએ લાલકિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત સાતમી વાર લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધન કર્યું હતું.

 • કોરોનાની મહામારીની સાથે તોફાન અને પૂરની સ્થિતનો પણ દેશે સામનો કર્યો
 • દેશ સામે અનેક મુશ્કેલી આવી છતાં દેશ આગળ વધતો રહ્યો
 • દેશના 80 કરોડ લોકોને મફત અનાજ મળ્યું
 • વોકલ ફોર લોકલ હવે આપણી માનસિકતા બને
 • દેશના ગરીબો માટે કામ કરવામાં આવ્યું
 • કોરોના કાળમાં પણ દુનિયાનો ભારત પર વિશ્વાસ
 • મેક ફોર વર્લ્ડ પર હવે આપણે ધ્યાન આપવાનું છે
 • આજે વિદેશી રોકાણનો રેકોર્ડ બન્યો
 • ગરીબો માટે શહેરમાં આવાસ યોજના
 • ગરીબોને તેમના બેન્ક ખાતામાં સીધા નાણા મળ્યા
 • દેશના 110 જિલ્લાબે આગળ લઇ જવા પ્રયાસ કરવામાં આવ્યા
 • ખેડૂતોની આવક વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું
 • અન્નદાતા ઉર્જાદાતા બને તે માટે પ્રયાસો કરવામાં આવ્યા
 • ખેડૂતો માટે રૂ 1 લાખ કરોડ ફાળવવામાં આવ્યા
 • આત્મનિર્ભર બનવા વિકાસનું સંતુલન જરૂરી છે : પીએમ મોદી
 • એક દિવસમાં એક લાખથી વધુ ઘરમાં પાણી પહોંચાડવા કામગીરી કરવામાં આવી
 • સરકારે માધ્યમ વર્ગના લોકો માટે કામ કર્યું
 • માધ્યમ વર્ગનું પહેલું સપનું પોતાનું ઘર હોય છે.
 • ખેડૂતો પોતાની શરત પર અનાજ વેચી શકશે
 • દેશને નવી શિક્ષણ નીતિ મળી
 • નવી શિક્ષણ નીતિના કારણે દેશને આગળ વધવા તાકાત મળશે.
 • ગામના લોકોને પણ ઓનલાઇન સુવિધાઓની જરૂરિયાત વધી
 • તમામ 6 લાખ ગામમાં ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક પહોંચાડવામાં આવશે
 • 1 હજાર દિવસમાં દેશના 6 લાખ વધુ ગામોમાં ઓપ્ટિકલ ફાયબરનું કામ પૂર્ણ કરવામાં આવશે
 • ટૂંક સમયમાં નવી સાયબર નીતિ રજુ કરવામાં આવશે
 • સાયબર સુકયોરીટીમાં બધાએ સાથે મળીને કામ કરવું પડશે
 • મહિલાઓને સમાન રોજગાર આપવા માટે પ્રતિબદ્ધ છે
 • દેશની મહિલાઓ કોલસાની ખાનમાં કામ કરે છે તો ફાઈટર પ્લેન પણ ઉડાવે છે
 • ગર્ભવતી મહિલાઓને પગારની સાથે 6 મહિનાની રજા પણ આપવામાં આવે છે
 • 40 કરો જનધન ખાતા માંથી 22 કરોડ બહેનોના ખાતા છે
 • 25 કરોડ માંથી 70 ટાકા મુદ્રા લોન લેનાર મહિલાઓ છે
 • ટ્રિપલ તલાક માંથી મહિલાઓએ મુક્તિ મળી
 • દેશની સેનામાં મહિલાઓને સ્થાન મળ્યું
 • દેશની દીકરીઓ ફાઈટર પ્લેનમાં આકાશને આંબે છે
 • સરકારી યોજનાઓમાં મહિલાઓને પ્રાધાન્ય
 • આજથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અમલમાં આવશે
 • દેશના તમામ લોકોને હેલ્થ આઈડી આપવામાં આવશે
 • આરોગ્ય અંગેની તમામ જાણકારી હેલ્થ આઈડીમાં હશે
 • કોરોનાની રાશિને લઈને પીએમ મોદીનું મોટું નિવેદન
 • દેશમાં કોરોનાની ત્રણ રાશિના ત્રણ અલગ-અલગ સ્ટેજ
 • કોરોના વાયરસના ટેસ્ટ માટે દેશમાં 1400 લેબોરેટરીઓ
 • દરેક ભારતીય પાસે રસી કઈ રીતે પહોંચે તેની રૂપરેખા તૈયાર છે
 • દેશના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની રસી માટે પરિશ્રમ કરી રહ્યા છે.
 • જમ્મુ કાશ્મીરનો એક વર્ષમાં વિકાસ થયો
 • જમ્મુ કાશ્મીરમાં વિકાસનો નવો યુગ
 • જમ્મુ કાશ્મીરમાં મહિલાઓને મૂળભૂત અધિકારો મળ્યા
 • લદાખ વિકાસના નવા શિખર તરફ આગળ વધ્યું
 • લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માંગ પૂર્ણ
 • આયુષ્યમાન યોજના જમ્મુ કાશ્મીરમાં યોગ્ય રીતે અમલમાં
 • લદાખમાં નવી સેન્ટ્રલ યુનિવર્સીટી બની રહી છે.
 • વીર જવાનોએ દુશ્મનોને તેની જ ભાષામાં જવાબ આપ્યો
 • જેમને દેશ પર આંખ ઉઠાવી તેને તેનીજ ભાષામાં જવાબ મળ્યો
 • વીર જવાનોને લાલ કિલ્લા પરથી નમન
 • દેશના જવાનોની તાકાત દુનિયાએ લદાખમાં જોઈ
 • ભારત આતંકવાદ કે વિસ્તારવાદનો સામનો કરવા સમર્થ
 • શાંતિ અને સૌહાર્દ માનવતા માટે કામ આવશે
 • ભારતના શાંતિ સાથે સેનાને મજબૂત કર્વના પ્રયાસ
 • આજે પાડોશી એ નથી જેમની સાથે આપણી સીમા મળે પાડોશી એ પણ છે જેમની સાથે દિલ મળ્યા છે
 • પ્રદુષણ વિરુદ્ધ ભારત જાગૃત અને સક્રિય છે

આ પ્રસંગે લાલકિલ્લા ખાતે માત્ર નિમંત્રિત મહાનુભવો જ ઉપસ્થિત રહ્યા હતા. એનસીસીની ત્રણેય પાંખના 500 કેડેટ્સ, સૈન્યની ત્રણેય પાંખના જવાનો અને દિલ્હી પોલીસ ધ્વજવંદન અને સલામી માટે ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, ધામધૂમથી ઉજવાતા સ્વતંત્રતા દિવસની ઉજવણી આ વર્ષે જરા અલગ રીતે થઇ હતી. કોરોના મહામારીના કારણે ઉપસ્થિત તમામ અગ્રણીઓની બેઠક વ્યવસ્થા સોશ્યિલ ડિસ્ટન્સના પાલન સાથે ગોઠવવામાં આવી હતી.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર