શેરબજારના ‘બિગ બુલ’ને સપ્તાહમાં 753 કરોડ રૂપિયાનું ધોવાણ

ટાઈટન કંપનીના શેરના ભાવમાં આવેલા ઘટાડાના કારણે ભારે નુકસાન

વિદેશમાં કોરોનાના નવા વેરિયન્ટની આંશિક અસર ગઈકાલે ભારતીય શેરબજારમાં જોવા મળતા રિટેલ રોકાણકારો માટે શુક્રવારનો દિવસ ‘બ્લેક ફ્રાઇડે’ સાબિત થયો હતો. કારણ કે આ દિવસે સેન્સેક્સમાં કડાકો બોલી ગયો હતો. જેના પગલે રોકાણકારોના પોર્ટફોલિયો પર ખરાબ અસર પડી છે. ભારતીય શેર બજારમાં બોલી ગયેલા કડાકાની અસર દિગ્ગજ રોકાણકારોને પણ થઈ છે. બિગ બુલ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાની પસંદગીના ટાટા ગ્રુપની કંપની ટાઈટનનો શેર શુક્રવારે 4.37 ટકા તૂટી ગયો હતો. આ અઠવાડિયા દરમિયાન ટાઇટન કંપનીના શેરમાં આશરે સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ટાઈટન કંપનીના શેરના ભાવમાં આવેલા ઘટાડા બાદ બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલની નેટવર્થમાં આ અઠવાડિયે 753 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે ટાઇટન કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા બંનેની ભાગીદારી છે.

ટાઇટન કંપનીના શેરની કિંમત પર નજર કરીએ તો રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર શક્રવારે 2,374 રૂપિયાથી ઘટીને 2,293 રૂપિયા પ્રતિ શેર પર આવી ગયો છે. શેર બજારના ઘટાડાને પગલે આ શેરમાં લગભગ 105 રૂપિયા ઇન્ટ્રા ડે લૉસ અથવા 4.40 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ટાઇટન કંપનીનો શેર 2,467 રૂપિયાના સ્તરથી 2,293 રૂપિયાના સ્તર પર આવી ગયો છે. આ દરમિયાન શેરમાં 174 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. એટલે કે કિંમતમાં 7%નો ઘટાડો આવ્યો છે.

જુલાઈથી સપ્ટેમ્બર 2021 ત્રિમાસિક દરમિયાન ટાઇટન કંપનીની શેરહૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની ભાગીદારી ટાઈટન કંપનીમાં છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના 3,37,60,395 શેર છે. એટલે કે કંપનીમાં તેમની ભાગીદારી 3.80 ટકા છે.

એક અઠવાડિયામાં ટાઈટન કંપનીના શેરમાં 174 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. જે પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાને આ કંપનીના શેરમાં 753 કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી