76 વર્ષનાં અમિતાભ બચ્ચનનું 75 ટકા લીવર થઇ ગયું છે ખરાબ, પોતે કર્યો ખુલાસો

સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિને લઇને ચર્ચામાં છે. આ શો સોમવારથી શરૂ થયો જેમાં બિગ બીએ તેમની તબિયતને લઇને ખુલાસો કર્યો. હમેશાં ફિટ દેખાતા અમિતાભ બચ્ચનનું લિવર 75 ટકા ખરાબ થઇ ગયુ છે. અમિતાભ બચ્ચનનું ફક્ત 25 ટકા લિવર સારુ છે. આ ખુલાસો ખુદ અમિતાભ બચ્ચને કર્યો છે.તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ તેમનાં શરીરનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઇએ.

તેમણે પોતાનું ઉદાહરણ આપતાં કહ્યં કે, મને ખબર પડી ગઇ હતી કે મારું 75 ટકા લીવર ખરાબ થઇ ગયુ છે. અને હું 25 ટકા લીવરનાં સહારે જ જીવી રહ્યો છું. મને ટ્યૂબરક્લોસિસની પરેશાની છે. અને અન્ય ઘણી પરેશાનીઓ પણ છે. અમિતાભે આગળ કહ્યું કે, કોઇપણ બીમારી અંગે જો સમયસર જાણ થઇ જાય તો તેનો ઇલાજ સંભવ છે.

આપને જણાવી દઇએ કે, અમિતાભ બચ્ચન 76 વર્ષની ઉંમરે પણ ફિટ દેખાય છે અને તેઓ ફિલ્મો, KBC જેવાં શો અને જાહેર ઇવેન્ટ્સ અને એડવર્ટાઇઝમેન્ટ કરતાં રહે છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી