રાજ્યના 78 PSIની PI તરીકે બઢતી અપાઈ..

DGPએ PSIની બઢતી માટે કર્યો નિર્ણય, યાદી જાહેર

ગુજરાતના અલગ અલગ જીલ્લામાં ફરજ બજાવતા 78 હથિયારી PSIની PI તરીકે રાજય પોલીસ વડા(DGP) દ્વારા બઢતી કરવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં બઢતી પામેલા PSIઓને જે સ્થળે ફરજ પર હતા તે સ્થળે જ ફરજ પર રાખવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ-3 ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2 નું પ્રમોશન આપવામાં આવ્યું છે. આ અધિકારીઓને તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામા આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી હથિયારધારી પીએસઆઇ પોતાની પીઆઇ તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા. ત્યારે 21 ડિસેમ્બરે ડીજી ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.

 30 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી