ઉત્તરાખંડના ટિહરીમાં સ્કૂલ બસ ખીણમાં ખાબકી, 8 બાળકોના મોત

ઉત્તરાખંડના ટિહરી ગઢવાલમાં સ્કુલની બસ ખાઈમાં પડી ગઈ છે. ટિહરીના કાંગસાલીમાં મંગળવારે થયેલી દુર્ઘટનામાં 8 બાળકોના મોત નીપજ્યા છે.સ્કુલની મિની બસમાં 18 બાળકો સવાર હતા. એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાહત તેમજ બચાવ કાર્ય હાથ ધર્યુ છે.

ઈજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના ટિહરી ગઢવાલના લબગામના કનસાલીમાં થઈ હતી. તમામ બાળકો મિની બસમાં સવાર હતા. ઘટનાસ્થળે પોલીસ પહોંચી છે.

ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમ ખાઈમા પડેલા બાળકોને બહાર કાઢવા માટે નીચે ઉતરી જે બાદ મૃતદેહોને બહાર નીકાળવામાં આવ્યા. ઈજાગ્રસ્ત બાળકોને તત્કાલ એમ્બ્યુલન્સ અને સ્થાનિક લોકોની મદદથી નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક બાળકોના હાથ, પગ અને ચહેરા પર ગંભીર ઈજા પહોંચી છે. બાળકોની સારવાર ચાલુ છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી