યમુના એક્સપ્રેસ વે: બસ-ટ્રક વચ્ચે ટક્કર થતાં આઠના મોત, 30 ઇજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે આઠ લોકોના મોત થયા હતા જ્યારે 30 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. દુર્ઘટના બાદ એક્સપ્રેસ વે પર ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો, પ્રશાસનિક અધિકારીઓ તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ અકસ્માત વહેલી સવારે 5 વાગે થઈ હતી. આ દરમિયાન બસ આગરાથી નોઈડા આવી રહી હતી તે દરમિયાન રાબુપુરા પાસે ડ્રાઈવરે બસ પર નિયંત્રણ ગુમાવી દેતા એક ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસના આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતીગ્રસ્ત થઈ ગયો હતો. ગામના લોકો અને પોલીસે ભેગા થઈને બસમાં ફસાયેલા યાત્રીઓને બહાર કાઢ્યા હતા.

હાલ તમામ ઘાયલ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જો કે ઘાયલોમાં હજુ 12ની સ્થિતિ વધારે ગંભીર જણાવવામાં આવી રહી છે.

 116 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી