જમ્મુ-કશ્મીર : મિનિ બસ ખીણમાં પડતાં 8 લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

થથરીથી ડોડા જતી મિનિ બસ બની દુર્ઘટનાગ્રસ્તનો ભોગ

જમ્મુ-કશ્મીરમાં બસ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. મિનિ બસ થથરીથી ડોડા જઈ રહી હતી, ત્યારે ખીણમાં ખાબકતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે, તેમ ડોડાના એડિશનલ એસપીએ જણાવ્યું હતું. 

આ અંગે કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્રસસિંઘે જણાવ્યું હતું કે, ડોડાના થથરીમાં રોડ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. તેમણે ડોડાના કલેક્ટર વિકાસ શર્મા સાથે આ અંગે વાત કરી છે. ઘાયલોને જીએમસી ડોડા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, જરૂરી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. 

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી