VIDEO : રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં અંધાધૂધ ગોળીબાર, 8ના મોત

વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી છલાંગ લગાવી

રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં બંદૂકધારીઓએ અંધાધૂધ ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. રશિયાની ટાસ એજન્સીના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ યુનિવર્સિટીમાં પ્રવેશીને અચાનક ફાયરિંગ કરવાનું શરૂ કર્યુ હતુ જેમાં આ ગોળીબારમાં અત્યાર સુધીમાં કુલ આઠ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યુ છે જ્યારે કુલ નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે હુમલાખોરોએ ક્યા કારણોસર આ ફાયરિંગ કર્યુ તે હજુ સામે આવ્યુ નથી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અનુસાર, કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ યુનિવર્સિટી બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો અને અચાનક ફાયરિંગ કરવાનું શરૂ કર્યુ હતુ. ઉપરાંત બિલ્ડિંગના ઓડોટોરિયમમાં તાળુ હોવાને કારણે કેટલાક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી છલાંગ લગાવવા મજબુર બન્યા હતા.

 80 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી