મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં 8 નકસલીઓ ઠાર..

કોટગુલ-ગ્યારાપતી ફોરેસ્ટમાં છુપાયેલા હતા નકસલીઓ

મહારાષ્ટ્રમાં સુરક્ષા દળોએ એક મોટું ઓપરેશન પાર પાડીને ઓછામાં ઓછા 8 નકસલીઓને ઠાર માર્યા છે ગઢચિરોલી પોલીસના સી-60 કમાન્ડોએ શનિવારે બપોરે કોટગુલ-ગ્યારાપતી ફોરેસ્ટમાં આઠ નકસલીઓને ઠાર માર્યા હતા. કોટગુલ-ગ્યારાપતી ફોરેસ્ટમાં નકસલીઓ છુપાયો હોવાની બાતમી મળતા સુરક્ષા સાથે પોલીસ સજ્જ થઈ હતી અને ઘેરો ઘાલીને નકસલીઓને આંતર્યા હતા અને ગોળીબારમાં તેમને ઠાર કર્યા હતા.

સૂત્રોએ તો એવું પણ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં 12 માઓવાદીઓ ઘાયલ થયા છે. એસપી અંકિત ગોયેલે જણાવ્યું કે સવારે 6.30 વાગ્યે પોલીસ અને માઓવાદી વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું હતું. એન્કાઉન્ટર બાદ જ મોતનો સાચો આંકડો બહાર આવી શકે છે હાલમાં આઠના મોતની શક્યતા છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી