બોલો…અમદાવાદમાં દર કલાકે 8 લોકો કરે છે કોરોનાના નિયમોનો ભંગ…!

આવી બેદરકારી પછી ત્રીજી લહેર ના આવે તો જ નવાઇ…

અમદાવાદ શહેરે કોરોના મહામારીની બે ખતરનાક લહેર જોઈ હોવા છતાં અને હજારો લોકોના ભોગ લેવાયો હોવા છતાં, અમદાવાદીઓએ કોરોના પ્રોટોકોલ તોડવાનું યથાવત્ રાખ્યું છે અને પોલીસકર્મીઓ દ્વારા ઝડપાઈ રહ્યા છે. ઉલ્લંઘન કરનારાઓની અટકાયત કરવાના કુલ આંકડાઓનું વિસ્તૃત વિશ્લેષણ સૂચવે છે કે, 2020માં લોકડાઉન લાગુ કરાયું ત્યારથી દર એક કલાકે આઠ અમદાવાદીઓ પોલીસ દ્વારા કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ઝડપાયા હતા. જેમાં માસ્ક ન પહેરવાના નિયમોનો સમાવેશ થતો નથી.

19 જૂન સુધીમાં, કોવિડના નિયમોના ઉલ્લંઘનના 73,867 કેસ નોંધાયા હતા, આ ગુનાઓમાં 82,696 વ્યક્તિ ઝડપાયા હતા, તેમ શહેર પોલીસના આંકડા સૂચવે છે. આનો અર્થ એ થયો કે, દરરોજ સરેરાશ 181 લોકો કોરોના નિયમોનું ઉલ્લંઘન કરતાં ઝડપાયા હતા.

ગયા વર્ષે 19 માર્ચે કોવિડ-19નો પહેલો કેસ નોંધાયો ત્યારથી 19 જૂન, 2021 સુધીમાં કુલ 2.30 લાખ કેસ શહેરમાં નોંધાયા હતા, તેનો અર્થ એ થયો કે શહેરમાં દર એક કલાકે કોવિડ-19ના 21 જેટલા કેસ નોંધાયા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, લોકો સામાન્ય રીતે નાઈટ કર્ફ્યૂનું ઉલ્લંઘ કરતાં અને યોગ્ય કારણ ન આપતાં પકડાયા હતા. રાતે રખડવા સિવાય, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરતાં નથી. ખાસ કરીને વેપારીઓ, નાના દુકાનદારો અને ફેરિયાઓ કોવિડના નિયમોનું પાલન ન કરતાં પકડાયા હતા.

નાકોવિડ-19ના કેસની વાત કરીએ તો, કેસમાં તીવ્ર ઘટાડો થયો છે. અમદાવાદમાં રવિવારે (છેલ્લા 24 કલાકમાં) 38 કેસ નોંધાયા હતા, જે રાજ્યમાં સૌથી વધારે હતા. ગુજરાતમાં કુલ 185 નવા કેસ નોંધાયા હતા અને 651 દર્દીઓ સાજા થયા હતા.

 87 ,  1