સુરતના વરાછામાં નવી ઈમારતની દીવાલ ધરાશાયી થતાં 8 શ્રમિકો દટાયા, એકનું મોત

દુર્ઘટનાને પગલે ચાર ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે 

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતાં પાંચ લોકો દટાયા હતા. જેમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. વરાછાના કેદાર હાઈટ પાસે આ બનાવ બન્યો છે. દિવાલ ધરાશાયી થવાની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું. 

વિગત મુજબ, સુરતમાં મોટા વરાછા કેદાર હાઇટ્સમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં કામ કરતા 7 થી 8 શ્રમિકો દીવાલના કાટમાળ નીચે ફસાયા હતા. જેમાં એક શ્રમિકનું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે તાત્તકાલિક રેસ્ક્યૂની કામગીરી કરી હતી. જોકે, હજી પણ 8 થી વધુ લોકો માટીના કાટમાળ નીચે દબાયેલા છે, જેઓેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. 

 82 ,  1