પબજી ગેમથી સગીરાનો સંપર્ક બાદ આબુ લઇ જનાર બે આરોપીના જામીન રદ

તપાસ જારી છે ત્યારે આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં- કોર્ટનું અવલોકન

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં બાળકો માટે લાલ બત્તી સમાન કિસ્સો

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં સગીર વયના બાળકોના માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો હતો. જેમાં ધોરણ-10માં અભ્યાસ કરતી એક સગીરાનો પહેલાં પબજી અને પછી સ્નેપ ચેટ મારફતે એક યુવકનો સંપર્ક થયો અને ત્યારબાદ એ યુવક તેના મિત્રો સાથે સગીરાને માઉન્ટ આબુ લઈ ગયો. આ પ્રકરણમાં અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાતા પોલીસે બે યુવકોને ઝડપી જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાંથી બન્ને આરોપીઓએ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, કિશોરીએ મેડિકલ ઓફિસર રૂબરૂ યુવકો સાથે ગઇ હોવાની કબુલાત કરી છે, આરોપી સામે તપાસ જારી છે ત્યારે આવા આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં.કિશોરીના અપહરણ કેસમાં ઝડપાયેલા યશ બારોટ અને નિલય શાહે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, અપહરણ કર્યું નથી, કિશોરી જાતે આવી હતી, તેની સાથે કોઇ જ કૃત્ય આચર્યુ નથી, નિર્દોષ છીએ કોર્ટ જામીન આપે તો તમામ શરોતનું પાલન કરવા તૈયાર છીએ ત્યારે જામીન આપવા જોઇએ.

જો કે, ભોગ બનનાર વતી એડવોકેટ રાજેશ સોલંકીએ વાંધા અરજી કરતા કોર્ટને જણાવ્યું હતું કે, સગીરા થોડા દિવસ પહેલા યશ બારોટ નામના યુવક સાથે પબજી ગેમ અને સ્નેપચેટ પર સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ સગીરાને યુવક વચ્ચે મેસેજથી વાતો કરી રહ્યા હતા. તેવામાં યશ બારોટ સગીરાને આબુ આવવાનું કહ્યું અને સગીરા તૈયાર થઈ ગઈ હતી. જેથી સગીરાના ઘરે યુવક યશ બારોટ અને નિલય શાહ ગાડી લઈ પહોંચી ગયા અને સાથે બે કિશોર પણ હતા. યુવકો સગીરાના ફોસલાવી માઉન્ટ આબુ લઈ ગયા હતા. આરોપી સામે તપાસ જારી છે ત્યારે આવા આરોપીઓને જામીન ન આપવા જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે બન્ને આરોપીઓના જામીન ફગાવી દીધા છે.

ભોગબનનારનું મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન નોંધવા તજવીજ

આ કેસમાં ભોગબનનારનું મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન નોંધવા પોલીસે અરજી કરી દીધી છે. જેથી આગામી દિવોસમાં ભોગબનનારનું મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન લેવાશે તેવી રજૂઆત જામીન અરજીમાં સરકારી વકીલે કરી હતી. નોંધનીય છે કે, પોલીસે સગીરા અને ચાર યુવકોના મેડિકલ રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં સગીરા સાથે

કોઈ અર્થઘટિત કૃત્ય કરવામાં આવ્યું ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ. ઉપરાંત સગીરા પૂછપરછમાં પણ યુવકો દુષ્કર્મ કે કોઈ છેડતી કરી ન હોવાની કબૂલાત કરી છે.  જેથી પોલીસે આ કેસમાં બળાત્કાર કે છેડતીની કલમ લગાવી નથી.

 7 ,  1