દાહોદમાં અધધ.. 876 કિલો અફીણ ઝડપાયું

શાકભાજીની આડમાં આખો ટ્રક ભરીને લઈ જતો હતો રાજસ્થાની શખ્સ

દાહોદમાં અંદાજીત 26 લાખથી વધુ કિંમતનો અફીણનો જથ્થો ઝડપાયો છે, આ અફીણને શાકભાજીની આડમાં રાજસ્થાનની લાવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન LCBએ મુદ્દામાલ સાથે અફીણ ઝડપી પાડ્યું છે.

રાજ્યમાં અનેક વાર સરહદી વિસ્તારમાંથી દારૂની હેરાફેરીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવાર નવાર ગેરકાયદેસર દારૂ અને અન્ય નશીલા પદાર્થોને ગેરરીતે ઘૂસાડવામાં આવતા હોય છે ત્યારે દાહોદમાં અંદાજીત 26 લાખથી વધુ કિંમતનો અફીણનો જથ્થો ઝડપાયો છે. રાજસ્થાનનો ટ્રકચાલક શિવરામ ભાદુ શાકભાજીની આડમાં અંદાજીત 876 કિલો અફીણ લઈને ગુજરાત આવી રહ્યો હતો. તે દરમિયાન LCBને બાતમીના આધારે મળેલી માહિતી બાદ છટકું ગોઠવ્યું હતું અને મોટી માત્રામાં અફીણનો જથ્થો ઝડપી પા઼ડ્યો હતો.

દાહોદ LCBએ 26 લાખથી વધુના જથ્થા સાથે રાજસ્થાનના ટ્રકચાલક શિવરામ ભાદુને ઝડપી પાડ્યો છે અને મુદ્દામાલ કબ્જે કર્યો છે. ભથવાડાટોલનાકા પર રાજસ્થાન પાર્સિંગની ટ્રકમાં અફીણના જથ્થાને રાજ્યમાં લાવવામાં આવી રહ્યો હતો. આ જથ્થો શાકભાજીના આડમાં લવાઈ રહ્યો હોવાની બાતમી મળતા જ દાહોદ LCB હરકતમાં આવી હતી અને મુદ્દામાલ સાથે ટ્રક ચાલક સાથે એક આરોપીને પણ ઝડપી પાડ્યો હતો.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી