September 19, 2021
September 19, 2021

ઓ માય ગોડ, વિમાન અકસ્માતે ટકરાઇ ગયું…. ના એ હુમલો હતો…

અમેરિકા યાદ કરી રહ્યું છે 20 વર્ષ પહેલાના આતંકી હુમલાની ઘટનાઓની ક્ષણો

અમેરિકામાં આજે ઘણા લોકોના દિલો-દિમાગ પર 20 વર્ષ પહેલા બનેલી આતંકી હુમલાની ઘટના તાજી થઇ રહી છે. તેમાંથી ઘણા એવા પણ છે કે જેઓ 9/11 તરીકે ઓળખાતાં આતંકી હુમલામાં ઘાયલ પણ થયા હતા. 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકાના ન્યુયોર્ક શહેરના જાણીતા વર્લ્ડ ટ્રેડ સેન્ટર નામના બે ટાવરોની સાથે આતંકીઓએ હાઇજેક કરેલા વિમાનો ટકરાવીને અમેરિકાને જવાબ આપ્યો હતો કે, અલ કાયદા ધારે તો અમેરિકા ઉપર પણ આતંકી હુમલાઓ કરી શકે છે. 20 વર્ષ પહેલાની એ ઘટનાના વીડિયો ફૂટેજ અને બચી ગયેલાઓના ઇન્ટરવ્યુ થતાં અફઘાનિસ્તાનમાં નવી રચાયેલી આતંકીઓની સરકારની ચર્ચા ચાલી રહી છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બન્યા બાદ આખી દુનિયા પર ફરી મોટા આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, 20 વર્ષ બાદ ફરી અફઘાનિસ્તાન આતંકીઓનો મજબૂત ગઢ બની શકે છે. આ કડીમાં હવે યૂકેના જાસૂસી પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર પશ્ચિમ દેશોમાં તાલિબાનના આવ્યા બાદ અલકાયદા (Al Qaeda) સ્ટાઈલ આતંકી હુમલા એટલે કે, 9/11 જેવા હુમલા વધી શકે છે.

MI5 ના ડાયરેક્ટર જનરલ કૈન મેકલમે કહ્યું કે, તાલિબાનના આવ્યા બાદ યૂકેને વધારે ખતરો થઈ શકે છે. કેમ કે, હવે NATO ની સેના પણ અફઘાનિસ્તાનથી નીકળી ગઈ છે અને ત્યા હવે કોઈ લોકશાહી સરકાર પણ નથી. તેમણે ભાર આપતા કહ્યું છે કે, આતંકવાદી ધમકીઓ રાતોરાત ક્યારેય બદલાતી નથી. ટ્રેનિંગ કેમ્પ અને તેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં ઘણો સમય લાગે છે.

 15 ,  1