September 21, 2020
September 21, 2020

અમદાવાદ : પ્રહલાદનગરમાં 3 લાખથી વધુ મુદ્દામાલ સાથે 9 જુગારીઓની ધરપકડ

અમદાવાદમાં સાતમ આઠમનો જુગાર જામ્યો, પોલીસના દરોડા

એક તરફ કોરોનાનાં કારણે શહેરમાં નિયમોનું કડક રીતે પાલન કરાવવામાં આવી રહ્યું છે. તો બીજી જન્માષ્ટમી પૂર્વે સમગ્ર શહેરમાં જુગારનો માહોલ જામ્યો છે. જેનાં પગલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા પ્રતિબંધ પોલીસ આવાં જુગારધામો પર દરોડા પાડી રહી છે. જ્યાંથી મોટી રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવી રહ્યો છે.

ત્યારે શહેરના પોશ વિસ્તાર પ્રહલાદનગરમાં એક લાખ રોકડ સાથે 9 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. સાર્થક બંગલોના મકાન નંબર 8માં જુગાર રમાતો હોવાની PCBને બાતમી મળી હતી. જેથી PCB ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં સાતમ આઠમનો જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા હતા. જ્યારે જુગાર રમાડતો શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે તેમની પાસેથી રોકડા 1 લાખ 2 હજાર અને 10 મોબાઈલ મળીને કુલ રૂ. 362000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓના યાદી

  • ચિરાગ નવનીતભાઈ ઠક્કર, રહે- બી/306, રાહુલ ટાવર, આનંદનગર ગ્લોરિયા હોટલ સામે આનંદનગર અમદાવાદ
  • ભૈતિક દિલીપભાઈ સંઘવી રહે- ડી/48, શિવધારા એપાર્ટમેન્ટ, થલતેજ ગામ, અમદાવાદ
  • સચિન મનુભાઈ ચૌધરી, રહે- એ/13, શુકન-2 ટાવર, રામદેવનગર ટેકરા પાસે, અમદાવાદ
  • સુરજ ઉર્ફે રવિભાઈ પુનાભાઈ ઠક્કર, રહે- એફ/4. 103, આર્યવિલા એપાર્ટમેન્ટ, રાણીપ
  • અલ્કેશભાઈ સુરેશભાઈ ઠક્કર, રહે-10, શ્યામસુંદર બંગલોઝ, આનંદનગર રોડ, અમદાવાદ
  • સચિન મનુભાઈ ચૌધરી. રહે- મકાન નંબર-35, ઉત્તર ગુજરાત સોસાયટી વિભાગ-1, અસારવા, અમદાવાદ
  • અંકિત કાનજીભાઈ ઠક્કર, રહે- એફ/42, સંકિત ટાવર, સેટેલાઈટ, અમદાવાદ
  • ભુમિલ ધીરેનભાઈ અરડા, રહે- એ/3/93, ઓચિન ગ્રીનફિલ્ડ ફ્લેટ, એપલવુડ ટાઉનશીપ, સનાથલ, અમદાવાદ
  • હરેશકુમાર રમેશલાલ ઠક્કર, રહે- એ 402, અવધ રેસિડેન્સી, જીવરાજપાર્ક પોલીસ ચોકી સામે, અમદાવાદ

ચાંદખેડામાં જુગાર રમતાં 10 જુગારીઓની ધરપકડ

ચાંદખેડા અર્થ સ્કૂલ પાસે રોયલ આર્ચીડ નામની નવી ફ્લેટની સ્કીમના એક મકાનમાં જુગાર રમતાં 10 જુગારીઓની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે. મોડી રાતે શ્રાવણીયા જુગારની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે 2.43 લાખ રોકડા, ત્રણ ટુ વ્હીલર અને 8 મોબાઈલ સહિત 3.36 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

 106 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર