હિંમતનગરમાં 9 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

હત્યા અને આત્મહત્યા દિશામાં પોલીસે હાથ ધરી તપાસ

સાબરકાંઠાના હિંમતનગરમાં  નવ વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી અનુસાર, હિંમતનગરના પાચ બત્તી વિસ્તારમાં હરસોલિયાના ડેલામાં નવ વર્ષની બાળકીએ આત્મહત્યા કરી લીધી હતી.  ભાડાના ઘરમાં રહેતા પરિવારની બાળકીએ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આતમહત્યા કરી હતી.

બાળકીએ ઘરની જાળી સાથે રૂમાલ વડે ગળે ફાસો ખાધો હતો. બી-ડીવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આત્મહત્યા કે હત્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે. બાળકીએ આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. 

હિમતનગરમાં નવ વર્ષની બાળકી ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટના બની છે. શહેરના પાંચ બત્તી વિસ્તારમાં હરસોલિયાના ડેલામાં ભાડાના ઘરમાં રહેતા એક પરિવારની બાળકીએ ગળે ફાંસો ખાતા મોત નિપજ્યુ છે. મોડી સાંજના ઘરમાં બાળકીએ ઘરની જાળી સાથે રૂમાલ વડે ગળે ફાંસો ખાધો હતો. જોકે, નાનકડી બાળકીએ કયા કારણોસર આવુ કર્યું તે કારણ હજી સામે આવ્યુ નથી. સમગ્ર ગુજરાત માટે આ બનાવ અત્યંત ચોકાવનારો છે. બી-ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જોકે, પોલીસે આત્મહત્યા કે હત્યાને લઈને તપાસ હાથ ધરી છે. 

સુરતમાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત

અન્ય એક ઘટનામાં સુરતમાં છાપરાભાથા આદર્શ નગર સોસાયટીમાં ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. લોકડાઉનમાં પરિવારને મદદ કરવા માટે હીરા ઘસવા બેસી ગયેલા 17 વર્ષીય વિવેક નરેશ કાકડીયાને આગળ અભ્યાસની અને કોલેજમાં જવાની ઈચ્છા હતી. લોક ડાઉનમાં અભ્યાસ છૂટતા તે ઘણા સમયથી ટેન્શનમાં રહેતો હતો. એકના એક પુત્રે મોતને વ્હાલું કરતા પરિવારજનો પર જાણે આભ તુટી પડ્યું હતું. અમરોલી પોલીસે વિવેક આત્મહત્યા કેસમાં તપાસ હાથ ધરી છે. આ ઘટના ગુરુવાર ની સાંજે 6 થી 9 વચ્ચે બની હશે તેમ માનવામાં આવે છે. આત્મહત્યાનું કોઈ કારણ જાણી શકાયું ન હતું.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી