કલિયુગ: ત્રણ પુત્રોએ 93 વર્ષની માતાને ઘરમાંથી કાઢી મૂકી

ત્રણ ત્રણ પુત્રો હોવા છતાં 93 વર્ષના વૃદ્ધાને પુત્રીના ઘરે આશરો લેવાનો વારો આવ્યો છે. પતિના મૃત્યુ બાદ મહેસાણા નજીકના મોટપ ગામના રેવાબા માટે તેમના 3 દીકરાઓ જ જીવનનો એક આધાર હતા, પરંતુ પુત્રોએ જ તેમને તરછોડી દેતા તેમનું જીવન નરક સમાન બની ગયું છે.

મોટપ ગામનાં આ વૃદ્ધાએ પુત્રો પાસેથી ભરણ પોષણ મેળવવા અને ઘરેલુ હિંસાથી બચવા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન બેઇઝડ મહિલા સહાયતા કેન્દ્રની મદદ માંગી છે. જાણીને નવાઇ લાગશે કે, દર ચાર મહિને ત્રણે પુત્રના ઘરે ફરતાં રહેતાં વૃદ્ધા પાસેથી તમામ મિલકતો નામે કરાવી તેમને ભગવાન ભરોસે મૂકી દીધા છે.

જ્યારે પુત્રના ઘરે રહેતી હતી ત્યારે તે કામધંધે જાય ત્યારે તેની પત્ની ખૂબ જ માર મારતી. મારી પાસે ખૂબ જ કામ કરાવતી હતી અને કહેતી કે, જો તારા દીકરાને કંઇ કીધું તો હું જમવામાં ઝેર આપીને મારી નાખીશ. જોકે, સંસ્થા દ્વારા વૃદ્ધાના ત્રણે પુત્રોને બોલાવવા નોટિસ કાઢવા સહિતની કાર્યવાહી કરાઇ છે.

અભણતાનો લાભ લઇ અંગૂઠા કરાવી પુત્રોએ જમીન, મકાન પડાવી લીધું તેની સામે ભરણપોષણ અપાવો અને પુત્રો દ્વારા ગુજારાતી ઘરેલુ હિંસાથી બચાવો. હાજર કાઉન્સિલર નિલમબેન પટેલ અને યામિનીબેન રાઠોડે કરેલા કાઉન્સેલિંગ દરમિયાન વૃદ્ધાએ કહ્યું કે, મારી મિલકત પુત્રોએ લીધી છે તો પુત્રી પર મારી સેવાચાકરીની જવાબદારી નાખી શકું નહીં.

 17 ,  1