નરોડામાં સસ્પેન્ડ પોલીસ કર્મીના ઘરમાં ત્રાક્યા ચોરો, રિવોલ્વર – ચાંદીના સિક્કા સહિતની ચોરી કરી ફરાર

કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

શહેરના નરોડા વિસ્તારમાં સસ્પેન્ડ પોલીસ કર્મીના ઘરેથી ચોરોએ રિવોલ્વર તેમજ ચાંદીના સિક્કા સહિતની ચોરી કરી હોવાની ફરિયાદ સામે આવી છે. બંધ મકાનમાં ત્રાકેલા તસ્કરોએ સસ્પેન્ડ પોલીસ કર્મીના ઘરમાંથી 1 લાખ રૂપિયાની 32 બોરની રિવોલ્વર અને ચાંદીના સિક્કા તેમજ રૂપિયાના બંડલની ચોરી થઈ હોવાની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ તેજ કરી છે.

વિગત મુજબ, નરોડા વિસ્તારમાં નંદનવન સોસાયટીમાં રહેતા 24 વર્ષ પોલીસમાં કામ કરનાર રઘુવીર મોકમસિંહ ચાવડા હાલ સસ્પેન્ડ છે અને કે કંપનીમાં ફરજ બજાવે છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રઘુવીર મોકમસિંહ ચાવડા તેમના પુત્રને ત્યાં વેરાવળ ખાતે ગયા હતા. આ દરમિયાન બીજા દિવસે સવારે તેમના પડોશીનો ફોન તેમના પર આવ્યો અને કહ્યું કે, તમારા ઘરના દરવાજાનું તાળું તૂટેલું લાગે છે.

રઘુવીર ચાવડાએ પાડોશીને ઘરમાં જઇને તપાસ કરવા જણાવ્યું હતું . ત્યારે પડોશીએ ઘરનો દરવાજો ખોલતા જાણવા મળ્યું કે, તેમના ઘરમાં બધું વેર વિખેર પડ્યું હતું. એટલે રઘુવીર ચાવડાએ તેમના સ્વજનને ઘરે જવા કીધું હતું. જેમણે ઘરે જઈને જોયું તો ઘરમાં રિવોલ્વરનું ખાલી ખોખું હતું જેમાં રિવોલ્વર ન હતી. જેથી આ અંગે તેમને પોલીસમાં જાણ કરવા જણાવ્યું હતું. આ ચોરીમાં રઘુવીર ચવાડાના ઘરમાંથી રિવોલ્વર અને અન્ય વસ્તુઓ એમજ નોટના બંડલ ચોરી થયા હોવાની ફરિયાદ પોલીસે નોંધી છે.

હાલ આ મામલે કૃષ્ણનગર પોલીસે ફરાર અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 53 ,  1