ખોખરામાં ધાબા પરથી યુવતીની મળી લાશ, પોલીસ કાફલો ઘટનાસ્થળે

ત્રણેક દિવસ પહેલા યુવતીની હત્યા થઇ હોવાની આશંકા

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં યુવતની પાણીના ટાંકામાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. મોહન એસ્ટેટના ધાબા પરથી યુવતીની લાશ મળી આવી છે. હત્યા કરાયા હોવાની આશંકા સાથે ખોખરા પોલીસ ઈન્સપેકટર વાય.એસ ગામિતની સાથેનો પોલીસનો કાફલો ઘટના પર પહોંચી તપાસમાં લાગી ગઇ છે. તો બીજી તરફ ફાયર વિભાગ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી છે.

શહેરના ખોખરામાં આવેલા મોહન એસ્ટેટમાં આવેલી ગારમેન્ટ કંપનીના ત્રીજા માળે ધાબા પર પાણીની પ્લાસ્ટિકની ટાંકીમાં યુવતીની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં હત્યા બાદ લાશને ટાંકીમાં સંતાડવામાં આવી હોય તેવી આશંકા છે.

પાણીની ટાંકીમાં રહેલી લાશને બહાર કાઢવા માટે ફાયરના જવાનોની મદદ લેવાઈ હતી. જેમાં વૃક્ષો કાપવાના કન્ટ્રોલ મશીનથી ટાંકીને કાપીને અસહ્ય દુર્ગંધ મારતી લાશને ખુલ્લી કરાઈ હતી. આ હત્યાનો બનાવ ત્રણેક દિવસ પહેલા બન્યો હોવાનું અનુમાન લગાવીને સઘન તપાસ હાથ ધરાઈ છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ત્રણ દિવસ પહેલા યુવતીની હત્યા કરી લાશ પાણીના ટાંકામાં સંતાડી દીધી હોવાની આશંકા છે. આ મામલે પોલીસે પાણીના ટાંકામાંથી લાશ બહાર કાઢી યુવતીની ઓળખ તેમજ હાત્યા પાછળના કારણની તપાસ હાથ ધરી છે.

 84 ,  1