અમદાવાદમાં એક સાથે ત્રણ ઘાતકી હત્યા, પોલીસ થઈ દોડતી

રામોલ, મેમ્કો તેમજ મેઘાણીનગર વિસ્તારમાં સરેઆમ ખૂન

અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ હત્યાની એક સાથે ત્રણ ઘટનાઓ બનતા સનસની મચી ગઈ હતી. બેખોફ બદમાશોને પોલીસનો કોઇ ડરના હોય તેમ ખુલ્લેઆમ ખૂની ખેલ ખેલી રહ્યા છે. રામોલ વિસ્તારમાં સરેઆમ સનકી પ્રેમીએ પ્રેમિકાને રહેશી નાખી હાતી. તો બીજી તરફ મેમ્કો ચાર રસ્તા પાસે તેમજ મેઘાણીનગરમાં પણ ઘાતકી હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. હાલ ત્રણેય ઘટનાઓને લઈ પોલીસે ગુનો નોધી હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

અમદાવાદના રામોલ વિસ્તારમાં એક પ્રેમીએ પોતાની પરિણીત પ્રેમિકાના ઘરમાં ઘૂસીને તેની ઘાતકી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ પ્રેમીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ મેમ્કો વિસ્તારમાં અંગત અદાવતમાં ચાર શખ્સોએ એક યુવકની કરપીણ હત્યા કરી દીધી હતી. મૃતક અને આરોપીઓ અગાઉ એક જ ગેંગમાં હતા. અને તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

જ્યારે ત્રીજા બનાવ મેમ્કો વિસ્તારની પાસે જ આવેલ મેઘાણીનગરમાં સામે આવ્યો છે. મેઘાણીનગરના રામેશ્વર વિસ્તારમાં નજીવી બાબતમાં યુવકને છરીના ઘા મારીને સરેઆમ રહેશી નાખતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ મામલે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 62 ,  1