અમરાઇવાડી વિસ્તામાં બે યુવકો પર ચાકુ વડે હુમલો

પોલીસે ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ન્યૂ કોટન ચાર રસ્તા પાસે બે મિત્રો પર ચાકુ વડે હુમલાની ઘટના સામે આવી છે. નજીવી બાબતમાં આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને બન્ને મિત્રો પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ મામલે અમરાઇવાડી પોલીસે ચાર યુવકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઇવાડી વિસ્તારમાં રહેતા મુકેશ રાજપુતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ન્યુ કોટન ચાર રસ્તા પાસે સિદ્ધિ વિનાયક કોમ્પલેક્ષમાં આકાશ પાન પાર્લરની દુકાન ધરાવતા શીવાભાઇ વિષ્ણુ અગ્રવાલ અવાર નવાર અમરા ગલ્લા આગળ આવી બિભત્સ ગાાળો બોલતા હતા. જેને લઇ શીવાના ભાઇ વિક્કી સાથે વાતચિત કરવા મિત્ર અજય સાથે શીવાના પાર્લર ઉપર ગયા હતા. જ્યાં શીવાનો ભાઇન વિક્કી તથા આકાશ તેમજ મિત્ર સુરજ કનોજીયા સહિત ચાર લોકો હાજર હતા. આ દરમિયાન મુકેશ રાજપુતે વિક્કીને શીવાને સામજાવવાનું કહેતા ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા. ગાળાગાળી કરી મારા મારી કરવા લાગ્યા હતા. ત્યારે મુકેશના મિત્ર અજયે ગાળ બોલવાની ના કહેતા સુરજ કનોજિયા એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને અજય પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ ચારેય આરોપીઓ મુકેશ સાથે મારામારી કરી ચાકુના એક પછી ઘા મારી દીધા હતા.

હુમલા બાદ મુકેશ તેમજ અજયને તાત્કાલિક 108 મારફતે એલજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ મામલે અમરાઇવાડી પોલીસે સુરજ કનોજીયા, શીવા અગ્રવાલ, વિક્કી અગ્રવાલ તેમજ આકાશ અગ્રવાલ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 68 ,  2