અમદાવાદ : મેમ્કો વિસ્તારમાં થયેલી ઘાતકી હત્યાનો આરોપી ઝડપાયો

શહેર કોટડા પોલીસ ઉંઘતી ઝડપાઇ, SOG ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો

અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચે મેમ્કો વિસ્તારમાં થયેલી ઘાતકી હત્યાના કુખ્યાત આરોપીને દબોચી લીધો છે. મેમ્કો ચાર રસ્તા પાસે ભગવતી નગરમાં સોમવારની રાત્રે અંગત અદાવતમાં એક યુવકની બેરહેમીથી હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે આ મામલે પોલીસે મુખ્ય સુત્રધારને ઝડપી અન્ય ફરાર આરોપીઓની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે.

શહેરકોટડા વિસ્તારમાં પણ 24 વર્ષના નીરજ નામના યુવાને હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. મેમ્કો ચાર રસ્તા પાસે આવેલા ભગવતીનગરમાં સોમવારની રાત્રે બનેલી આ ઘટના પાછળ અંગત અદાવત હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ, રમેશ ઉર્ફે કબૂતર તથા આશીષ સહિત ચાર શખ્સોએ ભગવતી નગરના નાકે નીરજને છરી તથા લોખંડની પાઇપોથી હુમલો કરી ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ સારવાર દરમિયાન નીરજ ભાઇનું મોત થયું હતું. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે હત્યાનો ગુનો નોધીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યારે શહેર કોટડા પોલીસ આરોપી સુધી પહોંચે તે પહેલા SOG ક્રાઇમ બ્રાન્ચે બાજી મારી લીધી હતી. DCP મુકેશ પટેલ, ACP સાલંકી સાહેબ તથા SOGના PI એ.ડી પરમાર તેમજ PSI પી.કે ભુતના માર્ગદર્શન હેઠળ હે.કો. બાબુભાઇ અમથાભાઈ, પો.કો. કેતનકુમાર વિનુભાઈ, પો.કો. નિકુંજ જયકીશન, પો.કો. ગિરીશ જેસંગભાઈ તેમજ લક્ષ્મણસિંહ રાણાએ ચોક્કસ બાતમી બાદ સફળ ઓપરેશન પાર પાડી હત્યાના આરોપી રમેશ ઉર્ફે કબૂતરને ઝડપી પાડ્યો હતો.

હાલ SOG પોલીસે આરોપીની અટકાયત કરી શહેર કોટડા પોલીસને સોપવાની કામગીરી હાથ ધરી છે. તો બીજી તરફ હત્યામાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 221 ,  1