સુરેન્દ્રનગર : ટ્યુશન સંચાલકે યુવતી સાથે ક્લાલિસમાં જ આપઘાત કરી લેતા ચકચાર

પ્રેમ પ્રકરણમાં મોતને કર્યું વહાલું, પોલીસે હાથ ધરી તપાસ

સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગરમાં આવેલા એક ટ્યુશન ક્લાસીસનાં સંચાલકે પોતાના જ ક્લાસિસમાં યુવતી સાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સંચાલક અને ક્લાસ લેવા આવતી યુવતી બંનેએ ક્લાસીસમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટુકાવ્યું છે. યુવતી અને સંચાલક વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આપઘાતના સમાચાર થોડીવારમાં જ સમગ્ર વિસ્તારમાં વહેતા થઈ ગયા હતા. જેને પગલે ટ્યુશન ક્લાસીસ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.  

સુરેન્દ્રનગર શહેરના જોરાવનગર વિસ્તારમાં આવેલ શિવધારા સોસાયટી વિસ્તારમાં ખાનગી ટ્યુશન કલાસ ચલાવતા સંચાલક દિનેશ દલવાડી અને ટ્યુશનના કલાસ કરાવવા આવતી યુવતી પુજા દલવાડી બંનેને પ્રેમ પ્રકરણ ઘટનામાં ટ્યુશન કલાસમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગેની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી ગઇ હતી. હજુ પોલીસ તપાસ આગળ ચલાવી રહી છે ત્યારે નામ હજુ જાણવા મળ્યું નથી આગળની તપાસ ચાલુ છે.

 62 ,  1