ખંભાત પાસે નકલી બાયોડીઝલ વેચવાનો પર્દાફાશ, 3.70 લાખનું ભેળસેળ યુક્ત ઓઇલ જપ્ત

ગુજરાત ATSએ અમદાવાદ ખાતે રહેતા ત્રણ શખ્સોની કરી ધરપકડ

આણંદના ખંભાત પાસે નકલી બાયોડીઝલ વેચવાનો ગુજરાત ATSએ પર્દાફાશ કર્યો છે. 3.70 લાખનું ભેળસેળ યુક્ત ઓઇલ વેચાતું હતું. આ મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આણંદ જીલ્લાના ખંભાતમાં વડગામ ખાતે હિન્દુસ્તાન એન્વાયરો લાઇફ પ્રોટેક્શન સર્વીસીસ કંપનીમાં ગેરકાયદેસર બાયોડીઝલ બનાવી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની ગુજરાત ATSના PI જાદવને બાતમી મળી હતી. જેના આધારે ATSની ટીમે તપાસ કરતા વેસ્ટેડ ઓઇલના રી-રીફાઇનીંગની આડમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવી વેચાણ કરતા હોવાનું પર્દાફાશ થયું હતું.

આ મામલે ATSએ અમદાવાદ ખાતે રહેતા અઝીમ અબુ બકર લાકડીયા, તોફીયી મેમણ, એહેમદ લાકડીયાની ધરપકડ કરવામાં આવી હતી. ATSએ ગેરકાયદેસરનું બાયોડીઝલ બનાવવા માટે રો-મટીરીયલ તરીકે વપરાતું રી-સાયકલ્ડ ઓઇલ, કેટાલીસ્ટ તરીકે વપરાતું એસીડ તથા બાયોડીઝલનો કુલ મળી 3,70,800 લીટરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

 64 ,  1