ગૌતમ અદાણીની મુશ્કેલી વધી! અદાણી ગ્રુપની 4 કંપનીના શૅરોમાં લોઅર સર્કિટ

અદાણી ગ્રૂપ શંકાના દાયરામાં, તમામ લિસ્ટેડ કંપનીઓના શેર તૂટ્યા

ગૌતમ અદાણીની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે સરકારે ગૃહમાં જણાવ્યું કે અદાણી ગ્રુપની અનેક કંપનીઓ સેબીની તપાસ હેઠળ છે. 19 જુલાઈએ ગૃહમાં લેખિત આપવામાં આવેલા જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, અદાણી ગ્રુપની અનેક કંપનીઓની સેબી અને સરકારની ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ તપાસ કરી રહી છે. આ સમાચાર આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શૅરોએ ઘટાડાના નવા લેવલ સ્થાપિત કર્યા છે. મંગળવારે અદાણી ગ્રુપના 6માંથી 4 કંપનીના શૅરોમાં લોઅર સર્કિટ લાગી ગઈ. શૅર અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. રોકાણકારો ખૂબ જ ઝડપથી અદાણીના શૅર વેચી રહ્યા છે.

નોંધનીય છે કે, મંગળવારે શૅર માર્કેટ ખૂલતાં જ અદાણી ગ્રુપની 3 કંપનીઓમાં લોઅર સર્કિટ જોવા મળી. થોડી વાર બાદ જ વધુ એક કંપનીમાં લોઅર સર્કિટ લાગી ગઈ. આમ, 4 કંપનીમાં લોઅર સર્કિટ જોવા મળી. બીજી તરફ, અદાણીની અન્ય કંપનીઓના શૅરોમાં પણ ભારે ઘટડો આવ્યો છે. અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ અને ગેસ લિમિટેડ અને અદાણી ગ્રીનના શૅરોમાં લોઅર સર્કિટ લાગી ગઈ. આ ઉપરાંત અદાણી પાવરમાં પણ લોઅર સર્કિટ લાગી છે.

જાણો અદાણી કંપનીના શૅરોનો હાલ

>> BSE પર આજે Adani Portનો શૅર 1.29 ટકા ઘટીને 665 રૂપિયા પર આવી ગયો છે.
>> Adani Transmission Ltdનો શૅર 5 ટકા ઘટીને 920.55 રૂપિયા પર આવી ગયો છે.
>> Adani Total Gas Ltdના શૅરમાં 5 ટકાના ઘટાડા બાદ તે 813.60 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.
>> ADANI ENTERPRISES LTDનો શર 2.26 ટકા ઘટીને 1349.40 પર આવી ગયો.
>> ADANI POWER LTDના શૅરમાં 4.99 ટકાનો ઘટાડો આવ્યો છે. તેની પ્રાઇઝ 97.20 રૂપિયા થઈ ગઈ છે.

 13 ,  1