September 18, 2021
September 18, 2021

રાહુલ ગાંધીને મળ્યો 14 વિપક્ષી દળના નેતાઓનો સાથ

સંસદ સુધી નીકાળી ‘સાયકલ માર્ચ’, મોદી સરકાર સામે કર્યા સૂત્રોચ્ચાર

પેગાસસ જાસૂસી મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિપક્ષ નેતાઓની સાથે મળી સરકાર સામે કેવી રીતે કાર્ય કરવું તે રણનીતિ પર ચર્ચા કરી. રાહુલ ગાંધીએ આપેલા આમન્ત્રણને માન આપી પ્રમુખ વિપક્ષી દળોના નેતા નાસ્તા પર કોન્સ્ટિટ્યુશન ક્લબના ભેગા થયા હતા. રાહુલ ગાંધી ઉપરાંત રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી, શિવસેનાના નેતા સંજય રાઉત, આરજેડીના મનોજ ઝા અને અન્ય ઘણા પક્ષોના નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી.

કોંગ્રેસ, NCP, શિવસેના, RJD, SP, CPI (M), CPI, IUML, ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી (RSP), કેરળ કોંગ્રેસ (M), ઝારખંડ મુક્તિ મોરચા, નેશનલ કોન્ફરન્સ, TMC અને લોકતાંત્રિક જનતા દળ (LJD) ના નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. બીજી બાજુ, બેઠક બાદ રાહુલ ગાંધી વિપક્ષના નેતાઓ સાથે સંસદમાં સાઈકલ પર ગયા હતા.

બેઠકમાં કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણે બધાએ એક થવું પડશે અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ અવાજ ઉઠાવવો પડશે. કૉંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળના નેતા સંસદમાં પેગાસસ જાસૂસી વિવાદના મુદ્દા પર સંસદમાં ચર્ચા ઇચ્છે છે. બીજી તરફ બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા. સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના હોબાળાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવિધાન અને લોકશાહીનું અપમાન ગણાવ્યું

મંગળવારના બીજેપી સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રીએ વિપક્ષ દ્વારા સંસદ ના ચાલવા દેવાને સંવિધાન અને લોકશાહીનું અપમાન ગણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકાર અને પાર્ટી સાંસદોએ દરેક એ પગલાં ઉઠાવવા જોઇએ જેનાથી ગૃહને સુચારુ રીતે ચલાવી શકાય.

સેન્સેક્સ પર ટાઈટન કંપની, સન ફાર્મા, HDFC, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટાઈટન કંપની 3.94 ટકા વધી 1839.95 પર કારોબાર કરી રહ્યો છે. સન ફાર્મા 3.17 ટકા વધી 799.00 પર કારોબાર કરી રહ્યો છે. જોકે બજાજ ઓટો, ટાટા સ્ટીલ, NTPC, ICICI બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાજ ઓટો 0.77 ટકા ઘટી 3811.00 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 0.42 ટકા ઘટી 1404.00 પર કારોબાર કરી રહ્યો છે.

BSE પર 3236 શેરમાં કારોબાર થઈ રહ્યો છે. એમાંથી 1787 શેરમાં વધારો અને 1333 શેરમાં ઘટાડો છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 239.03 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 66 પોઈન્ટ ઘટી 52586 અને નિફ્ટી 15 અંક ઘટી 15763 પર બંધ થયો હતો.

 41 ,  1