September 18, 2021
September 18, 2021

ATMમાં પૈસા કાઢવાના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

ઇસનપુર પોલીસે ત્રણ આરોપી યુવકને ઝડપી વધુ તપાસ હાથધરી

અમદાવાદ શહેરમાં ATMમાં પૈસા કાઢવાના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઇ છે. મદદના નામે કાર્ડ બદલી ઠગાઇ કરનાર ત્રણ શખ્શોને ઇસનપુર પોલીસે દબોચી લીધા છે. ધરપકડ કરાયેલા આરોપીએ શહેરના અલગ અલગ વિસ્તારમાં ATM પાસે ઊભા રહીને વૃદ્ધો તેમજ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા.

આરોપીઓ ATMમાં પૈસા કાઢવા કે જમા કરાવવા જાય તો તેની પાછળ જઈને પીન નંબર જોઈ લેતા હતા. ત્યારબાદ મદદ કરવાનું કહીને ઓરીજીનલ એટીએમ કાર્ડ લઈ લેતા હતા અને તેના જેવું કાર્ડ આપી રવાના કરી દેતા હતા. બાદમાં તે ATM કાર્ડ મારફતે પૈસા કાઢી લઈ ઠગાઇ આચરતા હતા.

આરોપીઓની પૂછપરછ કરતા કબુલાત કરી છે કે, આ રીતે અનેક લોકોના ATM બદલી ખાતામાંથી પૈસા ઉપાડી છેતરપીંડી આચરી છે. હાલ આ મામલે ઇસનપુર પોલીસે શ્યામ રાઠોડ, સમસુદ્દીન મન્સૂરી અને સતીશ રાઠોડ નામના ત્રણ યુવકોની ધરપકડ કરી 13 ATM કાર્ડ, 40 હજાર રોકડ અને 4 મોબાઈલ અને ઓટો રીક્ષા સહિત 1.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

 75 ,  1