September 20, 2021
September 20, 2021

પંજાબના અમૃતસરથી મળી આવ્યા બોમ્બ!

5 હેન્ડ ગ્રેનેડ અને 3 ડેટોનેટર મળી આવતા તપાસ એજન્સીઓ થઈ દોડતી

પંજાબના અમૃતસરથી મોટા સમાચાર સામે આવ્યા છે. 5 હેન્ડ ગ્રેનેડ અને 3 ડેટોનેટર મળી આવતા તપાસ એજન્સીઓ દોડતી થઇ છે. બંધ ટિફિનમાંથી બોમ્બ મળ્યો હોવાની માહિતી છે. વધુ વિગતો માટે રાહ જોવાઇ રહી છે.

નોંધનિય છે કે, દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સરકાર દ્વારા મોટા ભાગના એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથેજ 30 ઓગસ્ટ સુધી વિઝટરો માટે પ્રવેશ રદ કરી દેવામાં આવ્યો છે.

15 ઓગસ્ટ નજીકમાં છે ત્યારે આવા સમયે દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જોકે આ ધમકીને કારણે સરકાર પણ હવે એલર્ટ મોડમાં આવી ગઈ છે. દિલ્હી એરપોર્ટ પર બ્લાસ્ટની ધમકીને લઈને સરકાર દ્વારા મોટા ભાગના દેશના દરેક એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી દીધું છે. સાથેજ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ચત ગોઠવી કાઢ્યો છે.

ફોટો- ફાઇલ

 13 ,  1