September 19, 2021
September 19, 2021

ઉના : ગેમમાં ટાસ્ક પૂરો ન થતા કિશોરે કર્યો આપઘાત

સ્ત્રી પહેરવેશ પહેરી બાળકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ગીર સોમનાથ જિલ્લામાં એક 16 વર્ષીય કિશોરે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ઉનાના સાજણ નગરમાં રહેતા 16 વર્ષીય યુવાને મોબાઈલ ગેમના રવાડે ચડી સ્ત્રીના વસ્ત્રો પહેરી ગળા ફાસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની વિગતો બહાર આવી છે. ગેમના લેવલ પ્રમાણે લેડીસ પહેરવેસ પહેર્યો હોવાની પરીવારને આશંકા છે. હાલ આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

16 વર્ષીય કિશોરે  મોબાઈલ ગેમે ભોગ લીધો હોવાની ઘટનાથી વાલીઓએ ચેતવું જોઇએ. જો તમે તમારા બાળકનું ધ્યાન નહીં રાખો તો આવી ઘટનાનો શિકાર બનવું પડી શકે છે. ગીર સોમનાથના ઉનામાં એવો જ એક કિસ્સાો સામે આવ્યો છે. માતા પિતાઓની ઊંઘ ઉડાવી દેતા કિસ્સામાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા એક બાળકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જાણકારી મુજબ બાળક ફ્રી ફાયર ગેમમાં એટલો વ્યસ્ત હતો કે ગેમના ટાસ્ક મુજબ બાળકે સ્ત્રી પહેરવેશ પણ પહેર્યો હોવાનું મનાઈ રહ્યું છે પરતું ઓનલાઈન ગેમમાં ટાસ્ક પૂરો ન કરી શકતા બાળકે આખરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સમગ્ર ઘટના લઈને આસપાસના રહિશોમાં ચકચાર મચી ગઈ છે.

સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો વાત કરવામાં આવે તો આ અગાઉ પણ અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં મોબાઈલ ગેમના કારણે બાળકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે મોબાઈલ ગેમ વાલીઓ માટે લાલાબંત્તી સમાજ બની ગઈ છે.

 52 ,  1