September 21, 2020
September 21, 2020

વિરમગામ : યુવતીનું રિક્ષામાં અપહરણ કરી નરાધમોએ ઝાડીઓમાં લઇ જઇ સામુહિક દુષ્કર્મ આચર્યું

 પાંચ નરાધમોએ યુવતી પર સામુહિક બળાત્કાર ગુજાર્યો : ત્રણની ધરપકડ, બે ફરાર

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. નરાધમોએ બળજબરીપૂર્વક યુવતીનું રિક્ષામાં અપહરણ કરી અવાવરુ જગ્યાએ લઇ જઇ પીંખી નાખી હતી. આ મામલે યુવતીએ માતાએ પાંચ શખ્સો વિરૂદ્ધ અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

પીડિતાની માતાએ નોંધાયેલી ફરિયાદ મુજબ, શહેરના કાસમપુરા પાસે રહેતા પરિવારની સૌથી નાની 21 વર્ષીય દિકરીના કડી તાલુકના ગામમાં થયા હતા. પરંતું માનસિક બિમારીને કારણે યુવતની છુટાછેડા થઇ ગયા હતા. ગત 15 ઓગસ્ટના રોજ યુવતીની માતા કામ માટે બહાર ગઇ હતી. સાંજે ઘર આવતા યુવતી લાપતા હતી. માતા તેમજ ભાઇ દિકરીની શોધખોળ કરી પરંતું તે મળી નહી.

જોકે મોડી રાત્રીએ 12:30 કલાકે દીકરી ઘરે પરત ફરી હતી. દીકરીને ગભરાયેલી અને હતપ્રત જોઇ માતાએ યુવતીને પુછ્યુ તો યુવતીએ સમગ્ર આપવીતી જણાવી હતી. યુવતીએ કહ્યું કે હુ સગાને ત્યાં લગ્નમાં જમવા ગઇ હતી. પરત ફરતા રાત્રીના 11 વાગ્યા રાહુલ પાંચાભાઇ ભરવાડ નામના શખ્સે રિક્ષા ઉભી રાખી બેસવા જણાવ્યુ હતું. જો કે રિક્ષામા બેસવાની ના પાડતા બળજબરીથી ઘક્કો મારી રિક્ષામા બેસાડી અને મુનસર તળાવ પાછળ ભાગે આવેલ ઇદગાહ પાછળ ઝાડીયાઓ લઇ ગયા હતા. જ્યાં રિક્ષા સાઇડમાં ઉભી રાખી જ્યાં યુવકે યુવતી સાથે દૂષ્કર્મ આચરી અન્ય યુવકે ફોન કરી અન્ય ઈસમોને બોલાવી યુવતી સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.

ઘટના બાદ યુવતીની માતાએ માતા ટાઉન પોલીસ મથકમાં અપહરણ અને સામુહિક દૂષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાવી છે. જેમા આરોપી (1) રાહુલ પાંચાભાઇ ભરવાડ, (2)મફાભાઇ પાંચાભાઇ ભરવાડ (3)દશરથભાઇ રાજાભાઇ ભરવાડ (4) લાખાભાઇ વનાભાઇ ભરવાડ અને અન્ય (5) અજાણ્યા માણસ તમામ રહે. રામમહેલ મંદિર પાસે, વિરમગામ સામે ગુન્હો નોંઘાયો છે.

તો બીજી તરફ ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી જેલને હવાલે કરી દીધા હતા. જ્યારે બાકી નરાધમોને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

 219 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર