સુરતના વરાછામાં 4 વર્ષની બાળકી સાથે 45 વર્ષના શખ્સે આચર્યું દુષ્કર્મ

મોબાઇલમાં બિભત્સ વીડિયો બતાવીને આચર્યું હતું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય

વરાછા જગદીશનગર વિસ્તારમાં રહેતા 4 વર્ષની શ્રમજીવી પરિવારની બાળકીને ફોનમાં બિભત્સ ફોટો બતાવી શારીરિક અડપલાં કરીને દુષ્કર્મ આચરનાર 45 વર્ષના એમ્બ્રોડરીના કારખાનેદારને વરાછા પોલીસે પકડી પાડ્યો છે. 

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જગદીશનગર વિભાગ-2 પ્લોટ નં-167ના ત્રીજા માળે ધીરુભાઈના ખાતામાં રહેતો 45 વર્ષનો અશોક ભીખા મોણપર ત્યાંજ નોકરી કરે છે. ગત રોજ ચાર વર્ષની બાળકી ઘર નજીક રમતી હતી ત્યારે આ ઓશોકની દાનત બગડી હતી. બાળકીને લલચાવીને પોતાના રૂમમાં લઇ આવ્યો હતો અને આ ચાર વર્ષની બાળકીને પોતાના મોબાઈલમાં અશ્લિલ વીડિયો બતાવીને બાળકી પાસે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું. બાદમાં બાળકીને શારીરીક અડપલા કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારબાદ નરાધમ બાળકીને તેના ઘર પાસે મૂકી જતો રહ્યો હતો. ત્યારબાદ બાળકીને ગુપ્તાંગમાં દુખાવો થતા માતાએ પુછતા ગભરાઈ ગયેલી બા‌ળકીએ કારખાનેદાર અશોક દ્વારા બેથી ત્રણ વખત દુષ્કર્મ કરવામાં આ‌વતું હોવાનું જણાવ્યું હતું. જેથી આ બનાવ અંગે વરાછા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી અશોકની ધરપકડ કરી છે.

 30 ,  1