રમતી 5 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી અડપલાં કરનાર ઝડપાયો

બાપુનગર પોલીસે પોક્સો સહિતની કલમ નોંધી તપાસ શરૂ કરી

બાપુનગરમાં 5 વર્ષીય બાળકી રમતી હતી. ત્યારે ચોકલેટ ખવડાવવાની લાલચ આપીને 35 વર્ષીય યુવકે તેની સાથે શારીરીક અડપલા કર્યા હતા. આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હવસખોર યુવકને ઝડપી લીધો હતો.

શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી 5 વર્ષીય બાળકી તેના ઘરની પાસે રમતી હતી, દરમિયાન તેની પાડોશમાં રહેતો 35 વર્ષીય યુવક બાળકી પાસે આવ્યો હતો. તથા બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપીને પોતાના ઘરે લઈ ગયો હતો. જો કે માસુમ બાળકી ચોકલેટની લાલચથી યુવકની સાથે તેના ઘરે ગઈ હતી. ત્યારબાદ અચાનક યુવકે બાળકીને પકડી તેના કપડાં ઉતારી શારીરીક છેડછાડ કરવા લાગ્યો હતો. થોડા સમય બાદ યુવકે બાળકીને તેના ઘરે મોકલી દીધી હતી. જો કે બાળકી ગંભરાયેલી હોવાનું દેખાઈ આવતું હતુ. જેથી ઘરમાં ગુમસુમ અને ગંભરાયેલી બાળકીને જોઈને તેની માતાએ બાળકીની પુછપરછ કરી હતી. ત્યારે બાળકી તેની સાથે થયેલા બનાવની જાણ કરી હતી.

આ જાણ થતા માતા તેની બાળકીને લઈને બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં 35 વર્ષીય યુવકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી હતી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાંજ યુવકને ઝડપી લીધો હતો.

 45 ,  1