રાજકોટ : કુવાડવા નજીક બારવણ ગામે 6 વર્ષની બાળકીને રાજસ્થાનના શખ્સે પીંખી નાખી

બોર ખાવાના બહાને માસૂમને સીમમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. ત્યારે રાજ્યમાં વધુ એક બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટના કુવાડવા નજીક બારવણ ગામમાં 6 વર્ષની માસૂમ બાળકીને રાજસ્થાનના એક શખ્સે બોર ખાવાના બહાને લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ એરપોર્ટ પોલીસમાં નોંધાઈ ચવે ત્યારે ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસે આરોપીને સંકજામાં લઈ કાર્યવાહી કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર કુવાડવા નજીક બારવણ ગામે રહેતો અને કૂવા ખોદવાની મજૂરીકામ કરતો મૂળ રાજસ્થાનના ભીલવાડા પંથકનો રામલાલ બાબુજી ખદેરા (ઉંમર 20 વર્ષ) નામનો શખ્સ બપોરે અન્ય મજૂરો જમવા માટે ગયા હતા તે દરમિયાન એકલી રમતી 6 વર્ષની માસૂમને જોઈ દાનત બગાડી હતી. અને યુવકે બાળકીને બોર ખવડાવવાના બહાને નજીક અવાવરૂ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

દરમિયાન બાળકી રડતી રડતી પરિવાર પાસે આવતાં પરિવારે તપાસ કરતાં બાળકી દુષ્કર્મનો ભોગ બની રહી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ આ મામલે પરિવારે એરપોર્ટ પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે આ મામલે અપહરણ, દુષ્કર્મ, પોક્સો સહિતનો ગુનો નોંધી રામલાલને સકંજામાં લઈ તેની આકરી પુછતાછ કરી તેનો કોરોના રિપોર્ટ કરાવવાની કાર્યવાહી કરી છે ત્યારબાદ તેની ધરપકડ તેમજ મેડિકલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

 219 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર