પતંગની સાથે યુવકની હવાઈ યાત્રા….

Video જોઈને તમે ગોથુ ખાઈ જશો..

પતંગ ચગાવવા કોને ન ગમે? તેના ચક્કરમાં તો લોકો કેટલાક દિવસ ભૂખ્યા પણ રહી જતા હોય છે. કેટલીક જગ્યાએ તો પતંગબાજી માટે ખાસ સ્પર્ધાનું પણ આયોજન થાય છે. જો કે હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પતંગબાજી કરી રહેલો વ્યક્તિ પતંગ સાથે જ હવામાં ઉડી જાય છે. વીડિયો જેણે પણ જોયો તે દંગ રહી ગયા કારણ કે આ રીતે પતંગ સાથે વ્યક્તિ કેવી રીતે ઉડી જાય?

આ વીડિયો જોઈને લોકોને વિશ્વાસ જ નથી થતો કે આવું બને કેવી રીતે કે વ્યક્તિ પતંગ સાથે હવામાં ઉડે? વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પતંગ ઉડાવતા ઉડાવતા પોતે જ પતંગ સાથે હવામાં ઉડે છે. આમ જોઈને તેની સાથે પતંગ ઉડાવી રહેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક ખુબ ઊંચાઈ સુધી હવામાં ઉડે છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ વ્યક્તિ જ્યૂટની રસ્સીમાં એક મોટો પતંગ બાંધવાની કોશિશ કરી રહ્યો હતો. પતંગ પહેલા તો ઉડે છે પરંતુ થોડીવારમાં તે વ્યક્તિ પણ પતંગ સાથે ઉડવા લાગે છે. આ નજારો જોઈને પતંગ ઉડાવી રહેલા અન્ય લોકોને તો કઈ સમજમાં જ નથી આવતું. જેવો તે વ્યક્તિ થોડો નીચે આવે છે કે તે ધમ્મ દઈને નીચે કૂદે છે.

આ ચોંકાવનારો વીડિયો Sri Lanka Tweet નામના એક યૂઝરે શેર કર્યો છે. વીડિયો શ્રીલંકાના જાફનાનો હોવાનું કહેવાય છે. ટ્વીટમાં જણાવાયું છે કે પતંગબાજી કરતી વખતે ઉડી ગયેલી વ્યક્તિનો યેનકેન રીતે જીવ બચ્યો. જો કે તેને થોડી ઈજા જરૂર થઈ છે.

 94 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી