નવરાત્રીને લઇ સરકારનો મોટો નિર્ણય, આરતી અને પૂજા માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં

ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ પૂજા-આરતી માટે પોલીસની મંજૂરી નહી લેવી પડે

રાજ્ય સરકારે નવરાત્રીને લઇ મહત્વનો નિર્ણય લીધો છે. નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવાસ સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની રહેશે નહિ. જાહેર સ્થળો, માર્ગો, સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી – પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે.

રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી – પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે. આ પહેલા સરકારે જાહેરાત કરેલી કે. નવરાત્રીમાં જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે મંજૂરી લેવી પડશે. નવરાત્રીમાં ગરબી સ્થાપન અને આરતી આયોજન માટે લેવાની પરવાનગીને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ સ્ટેશનથી પરવાનગી મેળવવાની રહેશે. જે તે વિસ્તારને લગતા પોલીસ સ્ટેશનથી નવરાત્રીમાં આરતી માટેની પરવાનગી મળી શકશે. આ વર્ષે સરકારે કોરોનાના કારણે ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

આવતી કાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. સરકારે કોરોનાકાળ ચાલી રહ્યો હોવાથી આ વખતે કોઈ પણ પ્રકારના ગરબા રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. માત્ર પૂજા-આરતી માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો છે. નવરાત્રિ શરૂ થાય તે પહેલા આજે મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને નવરાત્રીની શુભકામના આપતા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. ગુજરાતમાં નવરાત્રિનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. લોકો આખું વર્ષ નવરાત્રીની રાહ જોતા હોય છે.

તેમણે જણાવ્યું હતું કે, લોકો ક્યારે નવરાત્રી આવે અને ક્યારે ગરબે ઘૂમે તેની રાહ જોતા હોય છે. જોકે, આ વખતની નવરાત્રીમાં પરિસ્થિતિ થોડી અલગ છે. આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આપણે પણ આ જ લડાઈ લડી રહ્યા છીએ. માટે પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને આ વખતે સરકારે લોકોના આરોગ્યને વિશેષ મહત્વ આપીને નવરાત્રીના આયોજનોને તેમજ ગરબાની મંજૂરી આપી નથી.

 91 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર