વડોદરામાં મોટી ઘટના બનતા રહી ગઇ, તો ઘણાં લોકો ભોગ બન્યા હોત..

સાત લોકોને ફાયર બ્રિગેડે બચાવ્યા…

વડોદરામાં જૂની ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં 7 લોકો ફસાઈ ગયા હતા જો કે ફસાયેલા લોકોને ફાયરબ્રિગેડ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. દાંડિયાબજાર ફાયર સ્ટેશનની જૂની જર્જરિત બિલ્ડિંગ ધડામ કરતા ધરાશાયી થઈ હતી જેમાં હીરાવીલા એપાર્ટમેન્ટમાં રહેલા બે પરિવારના 7 સભ્યો કાટમાળમાં ફસાઈ ગયા હતા. મોડી રાત્રે સર્જાયેલી દુઘર્ટમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી પરતું 7 લોકોનું સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

ટ્રાફિકથી ધમધમતા દાંડિયા બજાર મુખ્ય માર્ગ ઉપર બનેલી દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. સ્લેબ બિલ્ડિંગના દરવાજા તરફ ધરાશાયી થતાં કાટમાળ રોડ તરફ પડ્યો હોત તો મોટી જાનહાનિ સર્જા હોત પરતું અંદરના ભાગે પડતા બે પરિવારના લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા.

ફાયરબ્રિગેડની જૂની ઇમારત તોડતામાં આવી રહી હતી તે સમયે આ દુર્ઘટના બની હતી. બિલ્ડિંગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે તાત્કાલિક ફાયરનો સંપર્ક કરાત ફાયર પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જો કે દબાયેલા સૌ કોઈને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી