પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો, આવતીકાલથી લાગુ થશે નવો ભાવ

મોદી સરકારની દિવાળી ભેટ

ગુજરાત સહિતના દેશના મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબતા સામાન્ય પ્રજાની કમર તોડી નાખી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે મોદી સરકારે આજે દિવાળી પહેલા આમ જનતાને દિવાળી ભેટ આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 5 રૂપિયા અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડાનો નિર્ણય લેવાયો છે. નવી કિંમતો દિવાળીના દિવસથી એટલે કે આવતીકાલથી જ લાગુ થશે.

ઉલ્લેખનીય છે કે ભારતના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ ગયો છે અને લગભગ રોજ 35 પૈસા મોંઘુ થઈ રહ્યું છે. 4 ઓક્ટોબર 2021થી 25 ઓક્ટોબર સુધી પેટ્રોલની એવરેજ કિંમત 8 રૂપિયા વધ્યું છે. પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરતા પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા સસ્તું થયું છે.

દિવાળીની પૂર્વસંધ્યાએ ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ગુરુવારથી ક્રમશ 5 રુપિયા અને 10 રુપિયા ઘટી જશે. પેટ્રોલની તુલનામાં ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો બમણો હશે. ડીઝલના 10 રૂપિયાના ઘટાડાને કારણે આગામી રવિ સિઝનમાં ખેડૂતોને મોટો ફાયદો થશે.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી