ગૌતમ અદાણીને મોટી રાહત, આ કંપનીએ ગ્રુપની બે યુનિટમાં 1100 કરોડનું રોકાણ કર્યું

અદાણી ગ્રીન અને અદાણી પોર્ટમાં આવ્યું 1100 કરોડ રૂપિયાનું રોકાણ

ગૌતમ અદાણીએ ગયા અઠવાડિયે ઘણું નુકશાન ભોગવ્યું હતું. તેમના ગ્રુપની બધી જ કંપનીઓમાં માર્કેટ કેપમાં જબરદસ્ત ઘટાડો થયો હતો. આ બધા વચ્ચે એક સારા સમાચાર અદાણી ગ્રુપ માટે આવ્યા છે. આ રિપોર્ટ મુજબ ઇનફિનિટ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા 10 દિવસમાં અદાણી ગ્રૂપની બે કંપનીઓમાં 1100 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે. આ બંને કંપનીઓ છે અદાણી ગ્રીન અને અદાણી પોર્ટ.

ગૌતમ અદાણીનું છેલ્લું અઠવાડિયુ કોઈ ભયંકર સપનાથી કઈ ઓછું નથી રહ્યું. ગ્રુપની કંપનીઓના શેરોના ભાવમાં ઘણો ઘટાડો આવ્યો તે આ વાતની સાબિતી છે. તેમની કંપનીના ઘણા બધા શેરના ભાવ રાતોરાત ઓછા થઈ ગયા. જેનો ફાયદો બીજી બધી કંપનીએ ઉઠાવ્યો હતો. આ બધા વચ્ચે ગૌતમ અદાણી માટે રાહતની વાત એ છે કે ઇનફિનિટ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા 10 દિવસમાં અદાણી ગ્રૂપની બે કંપનીઓમાં 1100 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે. રિપોર્ટ અનુસાર આ કંપની દ્વારા અદાણી ગ્રુપની અદાણી ગ્રીન અને અદાણી પોર્ટ કંપનીમાં 10 જૂનથી 19 જૂન સુધીમાં 1100 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે.

ઇનફિનિટ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા 85 લાખ શેરોમાં રોકાણ કરવામાં આવ્યું હતું. જેમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં 122.51 કરોડ, 182.51 કરોડ, 174.79 કરોડ, 180.01 કરોડ, 179.82 કરોડ અને 169.04 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું, આ સાથે જ 19 જૂનના દિવસે અદાણી પોર્ટ એંડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનના 19.3 લાખ શેર 126.81 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. BSEના રિપોર્ટ અનુસાર આ ટ્રાન્ઝેક્શન બજાર ખરીદના માધ્યમ દ્વારા કરવામાં આવ્યા હતા.

 81 ,  1