સુરતમાં નવજાત બાળકીને ત્યજવાનો મામલે મોટો ખુલાસો, એકની ધરપકડ

સાળી સાથે આડાસંબંધમાં બાળકીનો થયો જન્મ, પાપ છુપાવવા કચરાના ઢગલામાં ફેંકી દેવાઈ

સુરતમાં કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની બેગમાંથી નવજાત બાળકી મળી આવી હતી.જેના પગેલ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના દિવસોમાં જ પોલીસે કેસનો ભેદ ઉકેલી રજનીસકુમાર પાસવાનની ધરપકડ કરી છે. તપાસમાં સાળી બનેવીના અફેર સામે આવ્યું છે. અફેરના પગલે બાળકીનો જન્મ થયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રજનીશ અને તેની સાળી વચ્ચે અફેર હતું અને ત્યારબાદ બિહારથી  સુરત માત્ર ડીલીવરી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકીને તરછોડી ફરાર થઈ ગયા હતા. પરંતુ પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી હતી અને અંતે પોલીસનો હાથ આરોપી સુધી પહોંચી ગયો.

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં બે દિવસ અગાઉ કચરાના ઢગલામાંથી એક પ્લાસ્ટિકની થેલીમાં લોહી લુહાણ હાલતમાં બાળકી મળી આવી હતી. આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી,જો કે બાળકીને તરછોડવાની ઘટનાને પગલે સુરત પોલીસે બાળકીના માતા પિતાની શોધ હાથ ધરી હતી જેમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં નિષ્ઠુર માતા અને બાળકીને ફેંકી દેનાર યુવકની ઓળખ થતા ચોંકાવનાર હકિકત સામે આવી હતી. 

બાળકીને જન્મ આપનારી માતાના સગા જીજાજી સાથે અનૈતિક સંબંધોને કારણે બાળકીનો જન્મ થયો હતો પરતું પરિવારજનોથી આ વાતને છુપાવી હતી જો કે પરિવારમાં બાળકીના જન્મને લઈને કોઈને જાણ ન થાય તે રીતે બાળકીને સગેવગે કરવાનું કાવતરુ રચવામાં આવ્યું જેમાં ગર્ભવતી માતાએ બાળકીને જન્મ આપ્યા બાદ બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં મુકી કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હતી.

ગર્ભવતી બનતા સાળીને બિહારથી સુરત લવાઇ

પાંડેસરામાં નવજાત બાળકીને જન્મ આપી પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દેવાની ઘટનામાં સીસીટીવીના આધારે બાઇક નંબર મેળવી આરોપીઓ સુધી પહોંચી પાંડેસરા પોલીસે ગુનો ઉકેલી નાખ્યો હતો, જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે જન્મ આપનારી માતાના સગા બનેવી જોડે અનૈતિક સંબંધો હતા. જેમાં બિહાર ખાતે રહેતા 21 વર્ષીય રજનીશની સાળી જોડે આડાસંબધોમાં તેને ગર્ભવતી બનાવી દીધી હતી. સાળી સાથેના સંબંધોની પોલ ખુલ્લી ન પડે તે માટે સાળીને બિહારથી સુરત લાવી સચિન જીઆઈડીસીમાં એક મિત્રને ત્યાં સાથે રહેતો હતો.

આડા સંબંધમાં બાળકીને કચરામાં ફેંકી દેવાઈ

સા‌ળીની ડિલિવરી કરાવવા માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો. જોકે ત્યાં સાળીને પરિવારની ડિટેઇલ્સો પૂછવામાં આવતાં બન્ને ત્યાંથી નીકળી ગયાં હતાં. પછી સાળીની રસ્તામાં ડિલિવરી થઈ અને તેણે બાળકીને જન્મ આપ્યો હતો. તેણે પ્લાસ્ટિકની થેલીમાં નવજાતને પાંડેસરામાં કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. પહેલા સાળીએ મેડિકલ તપાસ માટે ના પાડી હતી પણ આખરે ભાંડો ફૂટી ગયો હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને પાંડેસરા પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી છે. 

બાળકી સારવાર હેઠળ

મહત્વનું છે કે હાલ બાળકીની હાલત સારારણ હોવાનું સામે આવ્યું છે, બે દિવસ પહેલાં બાળકીને એક થેલીમાં, એ પણ લોહીથી ખરડાયેલી હાલતમાં ફેંકી દેવાઈ હતી. જો કે રાહદારી જાણ થતા તાત્કાલિક 108ને ફોન કર્યો અને થેલીમાંથી બહાર કાઢી સાફ કરી 108માં સિવિલ લઈ જવાઈ હતી, ડોક્ટરોએ બાળકીને સારવાર શરુ કરી હતી જેમાં બાળકીની હાલત સાધારણ હોવાનું જણાઈ રહ્યું છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી